મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

કોરોના વાઇરસના કહેર વચ્ચે વતનની વહારે શિકાગોના સીનીઅર સીટીઝનો : ગુજરાતના કોરોના વાયરસ દર્દીઓ માટે 3588 ડોલરનું દાન મોકલ્યું : સરકારની મંજૂરીની અપેક્ષા સાથે 19 સપ્ટેમ્બરના રોજ ટુર ,અને 26 સપ્ટેમ્બરના રોજ ફલૂ શોટ આપવાનું તથા નવરાત્રી ઉપર દૈનંદિન આરતીનું આયોજન

શિકાગો : 5 સપ્ટેમ્બર, 2020 ના રોજ ભારતીય સિનિયર્સ શિકાગો એક્ઝિક્યુટિવ ઓ એ રાણા રેગન ખાતે કેરોલ સ્ટ્રીમ આઈ.એલ. માં મીટીંગનું આયોજન કરવામાં આવેલ . 20 એક્ઝિક્યુટિવ ઓ બેઠકમાં જોડાયા હતા. બીએસસીના પ્રમુખ શ્રી  હરીભાઇ પટેલે બીએસસીના એક્ઝિક્યુટિવ ઓ દ્વારા ભારતમાં કોરોના વાયરસ પીડિત માટે $ 3588.00 દાન એકત્રિત કરવા વિશે માહિતી આપી હતી, તેઓ ભારત, ગુજરાતમાં નીચેની સંસ્થાને દાન મોકલશે.

માનવ સાધના ગાંધી આશ્રમ અમદાવાદ, મંગલ મંદિર માનવ પરીવાર (બગોદરા) બાવળા. મંથન (વિકલાંગ બાળકો) ગુજરાત. અકેલ વિદ્યાલય (3 શાળાઓ માટે),
 તે પછી જો સરકાર મંજૂરી આપે તો 19 સપ્ટેમ્બરના રોજ એક નાની આઉટ ડોર ટુર નું આયોજન કરવાનું વિચારેલ છે. સવારના બ્રેક ફાસ્ટ, બપોરના ભોજન અને રાત્રિભોજન સહિતની બસ દ્વારા સ્ટાર-વેક ટૂરની અમારી યોજના છે. હા ખાતરી છે કે અમે માસ્ક, સામાજિક અંતર અને હેન્ડ ગ્લોબ્સનો ઉપયોગ જેવા  કોવિડ 19 ના નિયમોનું પાલન કરીશું. જો સરકાર મંજૂરી આપે તો 26 સપ્ટેમ્બરના રોજ અમે તમામ બીએસસી સભ્યોને ફ્લૂ શોટ આપવાનો  પ્રોગ્રામ કરીશું. અને નવરાત્રી ગરબા વખતે જો બનસે તો . બીએસસીના એક્ઝિક્યુટિવ દ્વારા 9 દિવસ માટે સાંજના માતાજીની આરતીનું આયોજન કરીશું અને બીએસસીના શ્રી પરસોતમ પંડ્યા બીએસસી ટ્રસ્ટી એ, બીએસસીના પ્રમુખ શ્રી હરીભાઇ પટેલ અને બીએસસીના સેક્રેટરી સુશ્રી રક્ષિકા  અંજારીયાએ તમામ નો આભાર માન્યો કે કોવિડ -19 માં બીએસસીને ટેકો આપવા માટે આભાર માન્યો તમે  તમારા પરિવાર સાથે ઘરે સુરક્ષિત રહો એજ પ્રાથના .

મિટિંગમાં બી.એસ.સી. સિનિયર મેમ્બર શ્રી પરસોતમ પંડયા , બીએસસી પ્રમુખ શ્રી હરીભાઇ પટેલ, બીએસસી સેક્રેટરી સુશ્રી રક્ષિકા અંજારિયાએ ભાવિ પ્લાનિંગની ચર્ચા કરી હતી.જે  બીએસસી એક્ઝિક્યુટિવ્સ અને સ્વયંસેવકો કાર્યકારી ટીમ બી.એસ.સી. ના અધિકારીઓએ પણ  ભાવિ કાર્યક્રમ માટે સાંભળી હતી.આ તકે બીએસસી એક્ઝિક્યુટિવ્સ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા.તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:14 am IST)