મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

અરુણાચલ પ્રદેશના પાંચ લોકો તેમના તરફથી મળ્યાઃ ચીની સેના

તેમને સોંપવા માટેની રીત પર કામ કરવામાં આવી રહ્યું છેઃ કિરણ રિજીજ

નવી દિલ્હી, તા.૯: તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાંથી કિડનેપ કરેલા પાંચ લોકો ચીની સીમામાંથી મળ્યા છે. આ વાતની પુષ્ઠિ ચીની સેનાએ પોતે કરી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજૂએ આ વાતની માહિતી આપી છે. કિરન રિજીજૂએ ટ્વીટ કર્યું, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય સેના દ્વારા મોકલવામાં આવેલા હોટલાઇન સંદેશનો જવાબ આપ્યો છે. તેમણે પુષ્ઠિ કરી છે કે અરુણાચલ પ્રદેશમાંથી લાપતા થયેલા યુવક તેમની તરફથી મળી ગયા છે. તેમને આપણા અધિકારમાં સોંપવા માટેની રીત પર કામ કરવામાં આવી રહ્યું છે.

ગયા શનિવારે એક પ્રમુખ સ્થાનિક અખબારે એક રિપોર્ટમાં દાવો કર્યો કે તાગિન સમુદાયના પાંચ લોકો, જે નાચો શહેરની નજીકના ગામના રહેવાસી છે, તેમને કિડનેપ કરી લેવામાં આવ્યા છે.

અપહરણના સમયે તે જંગલમાં શિકાર માટે ગયા હતા. રિપોર્ટ એક સંબંધીના હવાલે છાપવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો કે તે લોકોને ચીની સેના દ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યા છે. આ દાવો એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો જે ખૂબ જ વાયરલ થઈ હતી.

અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં સ્થિત નાચો રિજીજૂના સંસદીય ક્ષેત્રમાં છે. પોલીસ અધિકારીઓની એક ટીમને આ દાવાની તપાસ માટે મોકલવામાં આવ્યા. આ ગામ સુધી ફકત ચાલીને જ જઇ શકાય છે. અપર સુબનસિરીના પોલીસ અધીક્ષક તારુ ગુસારે એક જણાવ્યું કે, 'અમને મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટનાની માહિતી મળી. અમે પોલીસ હેડ કવોટર સાથે આ મામલે ચર્ચા કરી છે. અમે ક્ષેત્રના નાચો પોલીસ થાણાના પ્રભારી અધિકારીના નેતૃત્વમાં એક ટીમને મોકલી દીધી છે.

(10:20 am IST)