મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

રેલ્વેમાં વેઇટીંગ ટીકીટ બની શકે છે ભૂતકાળ

રેલ્વેએ તૈયાર કર્યો ''કલોન ટ્રેન'' ચલાવવાનો પ્લાન

નવી દિલ્હી તા. ૯ : રેલ્વેએ સામાન્ય મુસાફરોને રિઝર્વેશનમાં વેઇટીંગની ઝંઝટમાંથી મુકિત અપાવવા માટે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. રેલ્વેએ આ પ્લાનનું નામ કલોન ટ્રેન યોજના રાખ્યું છે. આ કલોન ટ્રેનને એવા રૂટ ચલાવાશે. જયા વેઇટીંગ લીસ્ટ લાંબુ હશે.

રેલ્વે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે રેલ્વે હાલમાં ચાલી રહેલી બધી ટ્રેનો પર ધ્યાન આપીને જાણશે કે કઇ ટ્રેનોમાં વેઇટીંગ લીસ્ટ વધારે લાંબુ છે. જયાં પણ ટ્રેનની વધુ માંગ હશે, વેઇટીંગ લીસ્ટ વધારે હશે, ત્યાં ઓરીજીનલ ટ્રેન પછી તે જ નામથી થોડીવાર પછી એક બીજી ટ્રેન ચલાવવામાં આવશે. જેમાં બધી વેઈટીંગ ટીકીટ કન્ફર્મ થશે અને તેમાં લોકો આરામથી મુસાફરી કરી શકશે. કલોન ટ્રેનનું રોકાણ સ્પેશ્યલ ટ્રેન કરતા ઓછુ રહેશે.

(11:19 am IST)