મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

મહારાષ્ટ્રમા કોરોનાનો આતંક : એકલા મુંબઈમાં દોઢ લાખથી વધુ સક્રિય કેસ

મુંબઈ : દેશના આર્થિક પાટનગર સમા મહાનગર મુંબઇમાં  કોરોનાના 1346 નવા કેસ નોંધાયા હતા. આ સાથે એકલા મુંબઇમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1 લાખ 58 હજાર 756નો થયો હતો. મંગળવારે મુંબઇમાં 42 વ્યક્તિનાં મરણ થયાં હતાં. આમ મુંબઇમાં કોરોનાએ અત્યાર સુદીમાં 7, 942 વ્યક્તિનો ભોગ લીધો હતો

કોરોના ફેલાતાંની સાથે ટેસ્ટ કરવાની સંખ્યા પણ વધારવામાં આવી હતી. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 47 લાખ 89 હજાર 682 વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. .

(12:11 pm IST)