મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

મુંબઇમાં કંગનાની ઓફીસનું ડીમોલેશન: કંગનાએ કહ્યુ -અહીં બાબર આવ્યો રામ મંદિર તોડી ગયો !

સતત 2 કલાક સુધી કાર્યવાહી કરતા ભારે હંગામો મચી ગયો

મુંબઇ: શિવસેના નેતા સંજય રાઉત અને કંગના એકબીજા ઉપર નિવેદનો કરી રહ્યા છે બીજી તરફ કંગના મુંબઈ આવે તે પહેલા BMCએ એક્ટ્રેસની ઓફિસ તોડી નાખી ને સતત 2 કલાક સુધી કાર્યવાહી કરતા ભારે હંગામો મચી ગયો છે કંગનાએ શિવસેનાને ઉદેશી ને ખુલ્લેઆમ કહ્યું કે દુશ્મનોએ સાબિત કર્યું કે તેણે મુંબઈને PoK કહીને કોઈ ભૂલ કરી નથી
જોકે ,કંગના રનૌત મંડી હિમાચલ પ્રદેશથી ચંદીગઢ આવવા માટે બાય રોડ થી નીકળી ચૂકી છે. કંગના ચંદીગઢથી ફ્લાઈટથી મુંબઈ આવશે. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન હસ્તક કાશ્મીર સાથે કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. દરમિયાન BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકાર્યા બાદ BMCની એક ટીમ તેની ઓફિસ પહોંચી હતી. ટીમે 10.30થી 12.40 સુધી ઓફિસમાં કાર્યવાહી કરી હતી. કંગનાની આ ઓફિસ બાંદ્રાના પાલી હિલમાં છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવ્યો હતો.
કંગનાએ કહ્યું હતું, તેમના પ્રોડક્શન હાઉસમાં કોઈ પણ જાતનું ગેરકાયદેસર બાંધકામ થયું જ નહોતું અને સરકારે પણ કોવિડ 19ને કારણે સપ્ટેમ્બર 30 સુધી ડિમૉલિશનના કામ પર બૅન મૂક્યો છે. ત્યારે આ પ્રકારની કાર્યવાહી વ્યાજબી નથી.

(1:59 pm IST)