મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

હાલમાં પબજી ગેમની ફ્રેન્ચાઇઝી આપવાનું બંધ

પ્રતિબંધ મામલે પબજી કોર્પોરેશનનો ખુલાસો

નવી દિલ્હી : પબજી ગેમ પર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા મુકાયેલ પ્રતિબંધ બાબતે પબજી કોર્પોરેશન એક ખુલાસો આપતા કહયું છે કે પબજી કોર્પોરેશન ભારતમાં પબજી ગેમના પ્રતિબંધની સ્થિતિ પર સતત નજર રાખી રહયુ છે.દેશના પ્લેયરો દ્વારા અમને પુરતા પ્રમાણમાં સહયોગ મળી રહયો છે અને અમે તેમની ધીરજ બદલ તેમના આભારી છીએ.પબજી કોર્પોરેશન ભારત સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને બરાબર સમજે છે અને તેનું માન જાળવે છે. સરકારે આ પગલુ પ્લેયરોની પ્રાઇવસી અને તેમની માહિતીની સુરક્ષા માટે લીધુ છે અને કંપનીની પણ પ્રાથમિકતા પ્લેયરોના ડેરાની સુરક્ષા છે. કંપનીનીે એવી આશા છે કે ભારત સરકારની સાથે મળીને આના માટેનું કંઇ નિરાકરણ લાવી શકાશે. ભારતીય કાયદાઓ નિયમો જાળવીને પ્લેયરો ફરીથી આ ગેમ રમવા મેદાનમાં ઉતરશે તેવી કંપનીને આશા છે.

વર્તમાન પરિસ્થિતિમાં પબજી કોર્પોરેશને ભારતમાં પબજી મોબાઇલના ફ્રેન્ચાઇઝી ટેન્સન્ટ ગેમ્સને આપવાનું બંધ કર્યુ છે અને દેશમાં પબ્લીશીંગની જવાબદારી પબજી કોર્પોરેશને પોતાના હાથમાં લઇ લીધી છે.

(2:43 pm IST)