મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

તીડનો આવી શકે છે કાયમી નિકાલ : લીંબોળી પેસ્ટીસાઇડ હોઇ શકે છે ઇલાજ

ખેડૂતો માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલા તીડનાં ત્રાસ માટે થઇ રહ્યા છે સંશોધન

નવી દિલ્હી,તા. ૯: બિકાનેરમાં આવેલ એશિયાના એકમાત્ર તીડ સંશોધન કેન્દ્ર ફિલ્ડ સ્ટેશન ફોર ઇન્વેસ્ટિગેશન ઓફ લોકસ્ટ (FSIL) આવેલું છે. આ સંશોધન કેન્દ્ર એ તીડ સામે લડવા માટે લીંબોળીના પેસ્ટીસાઇડ ઉપર સંશોધન કર્યું છે જેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પેસ્ટીસાઇડ ખેડૂત પોતે બનાવીને પણ વાપરી શકે છે. ઙ્ગછેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માટે તીડ સૌથી મોટી સમસ્યાનું કારણ બની ગયેલ છે તેવામાં તીડને ભગાડવા માટે શિક્ષકોએ પણ જંગે ચડવું પડ્યું હોય તો તીડના ત્રાસનો કાયમી ઉકેલ મેળવવા માટે દેશી ઉપાય માટે હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

તીડનાં ત્રાસને ડામવા કડવા લીમડાની લીંબોળીનું પેસ્ટીસાઇડ સામાન્ય ખેડૂત પોતે બનાવી શકે છે આ પેસ્ટીસાઈડનો ઉપયોગ કર્યા બાદ તેની અસર ૨દ્મક ૩ દિવસ સુધી રહેશે જયાં સુધી આ પેસ્ટિસાઇડની અસર હશે ત્યાં સુધી તીડ ખેતરમાં જોવા નહીં મળે. હાલમાં તીડ ભગાડવા માટે કેમિકલ યુકત પેસ્ટીસાઇડનો ઉપયોગ થઇ રહ્યો છે આ કેમિકલયુકત પેસ્ટિસાઇડની અસર એક અઠવાડિયા સુધી રહે છે.

તીડના ત્રાસને ખતમ કરવામાં સફળતા

. ભારતમાં સંશોધન કરીને મોટાભાગની જગ્યા એ તીડનાં ત્રાસને ખતમ કરી નાખવામાં સફળતા મળી છે. તીડનાં ઈંડાનો પણ લગભગ નાશ થઇ ચુકયો છે. પાકિસ્તાનમાં અમુક જગ્યાએ હજી પણ તીડનો ત્રાસ છે. કરાચીના કેટલાક ભાગમાં તીડનાં ઈંડા અને તીડ જોવા મળે છે આથી ભારત માટે હજુ સંપૂર્ણ ઈલાજ ન કહી શકાય.

પેસ્ટીસાઇડ બનાવવાની રીત

. ૧૦ કિલો લીંબોળીને રાત્રેના પાણીમાં પલાળીને તેનો પલ્પ બનાવવો લીંબોળીના બીજને જુદા કરવા લીંબોળીના બીજને સૂકવીને તેનો પાઉડર બનાવવો આ લીંબોળીના ૨૫૦ ગ્રામ પાઉડરને ૧૦ લીટર પાણીમાં ઙ્ગદ્યોડીને તેનું પાણી બનાવવું આ તૈયાર થયેલ પાણીમાં ૧૦૦ લીટર પાણી ઉમેરી ખેતર આખામાં છટકાવ કરી શકાય આ પેસ્ટીસાઈડનો છટકાવ પાન તેમજ મૂડમાં પણ કરવો.

દેશી પધ્ધતિથી બાયો પેસ્ટીસાઇડ બનાવ્યુ

. પાકને બચાવવા માટે દેશી પદ્ઘતિથી બાયો પેસ્ટીસાઇડ બનાવવામાં આવ્યું છે.અમે પાકને બચાવવા માટે બાયો પેસ્ટીસાઇડ બનાવ્યું છે જેનું ટેસ્ટિંગ અત્યારે ચાલુ છે.    -ડો. એસ. કે. વર્મા ફિલ્ડ સ્ટેશન ફોર ઇન્વેસ્ટિગેશન ઓફ લોકસ્ટ (FSIL) બિકાનેર

(2:43 pm IST)