મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

ઉધ્ધવ સરકાર સામે પડવું અભિનેત્રીને મોંઘું પડયું

મુંબઇમાં કંગનાની ૪૮ કરોડની આલીશાન ઓફિસ ખાતે BMCની તોડફોડ : જેસીબી - બુલડોઝર ત્રાટકયા

જો કે હાઇકોર્ટે સ્ટે આપતા તોડફોડ અટકાવાઇ : કંગનાએ ફરી મુંબઇને કહ્યું PoK : મહારાષ્ટ્ર સરકારને ગણાવી 'બાબર' : જો કે હાઇકોર્ટે સ્ટે આપતા તોડફોડ અટકાવાઇ

મુંબઇ તા. ૯ : કંગના રણૌતને સરકાર સાથે પંગો લેવાનું ભારે પડયું છે. બીએમસીની ટીમ જેસીબી અને મજુરોની સાથે કંગના રણૌતની ઓફિસ પહોંચી અને બુલડોઝર ફેરવી દેવાયું. બીએમસીની આ કાર્યવાહી વિરૂધ્ધ કંગનાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. કંગનાના વકીલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં સામેલ થયા છે અને હાઇકોર્ટે તોડફોડ પર સ્ટે લગાવ્યો હતો. જેના મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધી કોઇ પ્રોપર્ટી તોડાશે નહીં.

કંગના રનૌત આજે મુંબઇ આવી ગઇ છે. શિવસેના અને કંગના વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. કંગનાએ જયારથી મુંબઇને POK ગણાવ્યુ ત્યારથી મામલો વધુ બિચકયો હતો. જે બાદ શિવસેના અને કંગના વચ્ચે ટ્વિટર વોર શરૂ થઇ ગયો હતે. કંગનાના હુમલા પર કાર્યવાહી કરતા શિવસેનાએ કંગનાની ઓફિસને નિશાન બનાવી છે.

કંગના રનૌતનુ કહેવુ છે કે મણિકર્ણિકા ફિલ્મ્સ એ માત્ર ઇમારત નહી પરંતુ રામ મંદિર છે. આજે અહીંયા બાબર આવ્યો છે, ઇતિહાસ ફરી રિપીટ થશે પરંતુ બાબર યાદ રાખ મંદિર અહીંયા જ બનશે. સાથે જ પોતાની ટ્વિટમાં કંગનાએ જય શ્રી રામ પણ લખ્યુ હતુ.ઙ્ગ બોલિવૂડની  કંગના રનૌતની ઓફિસ BMC દ્વારા તોડી નાંખવામાં આવી છે. કંગના મુંબઇમાં હાજર નથી તેમ છતાં આ એકશન લેવાયુ છે. ત્યારે કંગનાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.ઙ્ગ

કંગનાએ ટ્વિટ કરીને કહ્યું છે કે હું કયારેય ખોટી નથી હોતી અને મારા દુશ્મનોએ આ સાબિત કરી આપ્યુ છે, એટલે જ હું કહુ છુ કે મુંબઇ પીઓકે છે. સંજય રાઉત સાથે થયેલા ટ્વિટર વોર બાર મામલો વધારે બિચકયો હતો. કંગનાએ સુશાંત કેસમાં ઘણી બધી વાતો કહી હતી.ઙ્ગ

કંગનાએ બોલિવૂડના જાર્ક સિક્રેટ ઓપનલી ખોલી નાંખ્યા હતા અને નેપોટીઝમથી લઇને ડ્રગ્સ સુધી દરેક વાતો ખુલ્લેઆમ કહી હતી. જેના કારણે કંગના શિવસેનાના નિશાને આવી હતી. જયારે તે મુંબઇમાં હાજર નહોતી ત્યારે તેની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા અને હવે તેની ઓફિસનુ ગેરકાયદેસર બાંધકામ તોડી નાંખવામાં આવ્યું છે. ત્યારે કંગનાએ પણ પ્રતિક્રિયા આપી છે.

(3:16 pm IST)