મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

કાંચમાં થયું નવું સંશોધન : વર્ષો સુધી આવશે કામ

IISC અને JNCASR ના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કાચને વર્ષો સુધી ટકાવી રાખવાની ટેકિનક શોધી

  નવી દિલ્હીઃ જુના અરીસામાં ઘણીવાર એવું જોવા મળે છે કે ધૂંધળો થઇ ગયો છે. કાચની સપાટી ધૂંધળી અથવા તો તેના ઉપર સ્ક્રેચ પડી જાય ત્યારે તેનો ઉપયોગ કરી શકતો નથી એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જયારે કાચને નકામો સમજવામાં આવે છે તે હકીકતે નકામો નથી હોતોમ કાચ ધૂંધળો થવાની પ્રક્રિયાને ક્રિસ્ટલાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે ક્રિસ્ટલાઇઝેશનનો અર્થ કે કાચના અણુઓ એક ખાસ ક્રમમાં ભેગા થઇ જવા ભારતીય વિજ્ઞાન સંસ્થા IISC અને JNCASR ના વૈજ્ઞાનિકોએ એક નવું સંશોધન કર્યું છે જેમાં અરીસાનું ગૂઢ રહસ્ય છતું કરવામાં આવ્યું છે. હીરો અને ગ્રેફાઇટ એક ક્રિસ્ટલ પદાર્થ છે. જેમાં અણુઓની એકરૂપતા જોવા મળે છે.IISC ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર અજય સુદ એ જણાવ્યું હતું કે અત્યારસુધી એવું સમજવામાં આવતું હતું કે કાચના અણુઓ હલન ચલન કરી શકતા નથી પરંતુ આ વાત સંપૂર્ણ સત્ય નથી. કાચનો ઉપયોગ સદીઓ પહેલા ૫ હજાર BC થી થતો આવે છે પરંતુ આ પ્રકારની શોધ પહેલી વાર થયેલી છે આ સંશોધનની માહિતી એક ' નેચર ફિઝિકસ' નામના મુખપત્રમાં પણ કરવામાં આવી છે.

 JNCASRના એસોસિયેટ પ્રોફેસર રાજેશ ગણપતિ, દિવ્યા ગણપતિ અને પ્રોફેસર અજય સુદની ટીમે એક મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ IA ના ઉપયોગથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગમાં એવું જાણવા મળ્યું છે કે કાચમાં કેટલોક ભાગ એવો હોય છે જે પોલો અને કેટલોક ભાગ કઠોર હોય છે. જે પોલો ભાગ છે ત્યાં અણુઓનું હલન ચલન થઇ શકે છે, કાચના આ જ પોલ ભાગમાં ક્રિસ્ટ લાઇઝેશનની પ્રક્રિયા થાય છેમ કાચને જોઈને કયો ભાગ પોલો અને કયો કઠોર તે નક્કી ન કરી શકાય.

 આ ટેકિનકનો ઉપયોગ દવા બનવવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે. 'હજુ સુધી એ નક્કી નહતું કે કાચનો કયો ભાગ પોલો છે કે કઠોર જે ભાગ પોલો છે તેને કઠોર કરવા માટે શું કરી શકાય આ જ ટેકિનકનો ઉપયોગ દવા બનાવવા માટે પણ થઇ શકે છે. જે દવા કાચના સ્વરૂપે હોય અને ક્રિસ્ટલાઇઝેશન થઇ શકે છે તે દવાઓને આ ટેકિનકથી બનાવી શકાય છે.

(3:56 pm IST)