મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

હિમાલયના પહાડોમા

લશ્કરના જવાનોના માલ સમાન હેરફેર માટે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનાવાયુ : હિંદુસ્તાન એરોનોટિક્સની કમાલ

ભારતીય કંપની દ્વારા ભારતમાં બનાવાયુ આવેલું પ્રથમ હેલિકોપ્ટર લશ્કરને ઘણું ઉપયોગી

બેંગ્લુરુઃ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) વિકસાવ્યુ છે. આ હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે અને તેણે હિમાલય(Himalaya)ના અત્યંત વિષમ અને ઊંચા વિસ્તારમાં ટ્રાયલ પૂરા કર્યા છે.

આ લાઇટ યુટિલિટી વ્હીકલનું હિમાલયના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં અત્યંત ગરમ અને વિષમ હવામાનમાં દસ દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

હિમાલયના વિષમ વિસ્તારમાં પણ હેલિકોપ્ટરનું પરીક્ષણ સફળ

બેંગ્લુરુ સ્થિત એચએએલે જણાવ્યું હતું કે લેહમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિયર (ISA) પ્લસ 320 સેલ્સિયના તાપમાનમાં સર્વગ્રાહી ટેસ્ટ આયોજન (દરિયાઈ સપાટીથી 3,300 મીટર ઉપર) કરાયુ હતુ, જેમા એન્વેલપ એક્સપાન્શન, કામગીરી અને ફ્લાઇંગ ક્વોલિટીઝનો સમાવેશ થતો હતો.

આ હેલિકોપ્ટરે લેહ ખાતેથી ઉડાન ભરી હતી અને દૌલત બેગ ઓલ્ડી (ડીબીઓ) એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં 5000 (MAMSL)ના સ્તરે તેનું પર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. હેલિકોપ્ટરે આ સિવાય સિયાચીન ગ્લેસિયરના અત્યંત ઊંચા વિસ્તારમાં તેની પેલોડ ક્ષમતા પણ દર્શાવી હતી.

ટ્રાયલ દરમિયાન સર્ટિફિકેશન ઓથોરિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઝિક LUHને ભારતીય હવાઈદળના વેરિયન્ટ સેન્ટર ફોર મિલિટરી એરવર્થીનેસ એન્ડ સર્ટિફિકેશન (CEMILAC)ની જોગવાઈ મુજબ 20 ફેબ્રુઆરી 2020ના રોજ ઓપરેશન ક્લિયરન્સ માટે મંજૂરી મળી હતી.

HAL લશ્કર માટે આર્મી વર્ઝન વિકસાવવા માટે તૈયાર

ટ્રાયલ દરમિયાન પાયલોટે અમર અને સોનમના સૌથી ઊંચા હેલિપેડ પર હેલિકોપ્ટર લેન્ડ કર્યુ હતુ. આમ હલે ફરીથી સંરક્ષણ સાધનો ડિઝાઇન કરીને તેને વિકસાવવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યુ છે. આગામી દિવસોમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લશ્કરની જરૂરિયાતો માટે વધુને વધુ જટિલ શસ્ત્રો વિકસાવવા માટે સજ્જતા કેળવી રહ્યુ છે. HALના સીએમડી આર માધવને જણાવ્યું હતું કે એલયુએચનું આર્મી વર્ઝન પ્રારંભિક કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે.

HALના એન્જિનિયરિંગ અને આર એન્ડ ડીના ડિરેક્ટર અરુપ ચેટરજીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર અને તેની સિસ્ટમની કામગીરી સંતોષજનક છે અને તે યુઝર્સની હાલની જરૂરિયાતો પૂરી કરે તેવી છે. બધા આયોજિત પરીક્ષણો સફળતાપૂર્વક પૂરા થયા છે, એમ તેમણે જણાવ્યું હતું.

કમ્પોઝિટ ટ્રાયલ ટીમ દ્વારા તેની ફ્લાઇટનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમા HALના પોતાના પાયલોટોએ પણ ભાગ લીધો હતો. તેમા વિંગ કમાન્ડર (નિવૃત્ત) ઉન્ની પિલ્લાઈ, સીટીપી ((RW), વિંગ કમાન્ડર (નિવૃત્ત) અનિલ ભંબાણી, જીપી કેપ્ટન (નિવૃત્ત) પુપિન્દરસિંઘ અને જીપી કેપ્ટન વી. પવારની સાથે જીપી કેપ્ટન આર દુબે, ભારતીય હવાઈ દળના સ્કવોડ્રન લીડર જોશી અને ભારતીય લશ્કરના લેફ્ટનન્ટ કર્નલ આર ગ્રેવાલ અને લેફ્ટનન્ટ કર્નલ પવનનો સમાવેશ થાય છે.

(6:24 pm IST)