મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

" મહારાષ્ટ્રમાં નોકરી અને શિક્ષણ ક્ષેત્રે હાલની તકે મરાઠા અનામત નહીં " : સુપ્રીમ કોર્ટના નામદાર જજ શ્રી એલ.નાગેશ્વર રાવ , શ્રી હેમંત ગુપ્તા ,તથા શ્રી એસ.રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે હાલની તકે અનામતનો લાભ નહીં આપવા જણાવ્યું : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ. બોબડે દ્વારા મોટી બેચની રચના કરી આખરી નિર્ણય લેવાશે

ન્યુદિલ્હી : મહારાષ્ટ્રમાં મરાઠા કોમ્યુનિટીને સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ ( SEBC )  સામાજિક અને શૈક્ષણિક પછાત ગણવા બાબતે સુપ્રીમ કોર્ટએ મુદ્દો મોટી બેચ સમક્ષ મુક્યો છે.  ત્યાં સુધી  મરાઠા કોમ્યુનિટીને હાલની તકે નોકરી તેમજ શિક્ષણ ક્ષેત્રે મરાઠા અનામત લાગુ નહીં પાડવાનો હુકમ કર્યો છે.
SEBC  એક્ટ હેઠળ નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અનામતનો લાભ મળી શકે તેવી જોગવાઈ છે.શ્રી એલ.નાગેશ્વર રાવ , શ્રી હેમંત ગુપ્તા ,તથા શ્રી એસ.રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે હાલની તકે અનામતનો લાભ નહીં આપવા જણાવ્યું છે.તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં  કોઈ બદલાવ નહીં કરવાની સૂચના આપી છે.
અનામત અંગેની ઉપરોક્ત બાબત ભારતના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે સમક્ષ મુકવામાં આવી છે.જેઓ નિર્ણય લેવા માટે  મોટી બેચની રચના કરશે.
મરાઠા અનામત બાબત 11 જજની ખંડપીઠ સમક્ષ મુકાઈ હતી જ્યાં કુલ અનામત 50 ટકાથી વધુ ન થવું જોઈએ તે અંગે ચર્ચા કરાઈ હતી.સીનીઅર એડવોકેટ શ્રી મુકુલ રાહતગી તથા શ્રી કપિલ સિબલે આ બાબત મોટી બેચ સમક્ષ મુકવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મુદ્દે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.જે મુજબ મરાઠા કોમ્યુનિટીને અનામત આપવામાં આવશે તો અનામત માટેની 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન થશે.પરંતુ તેની સામે ઘણા રાજ્યોએ  આ મર્યાદા ઓળંગી લીધી હોવાની દલીલ કરાઈ હતી.તથા વર્તમાન સમયમાં આ મર્યાદા વધારવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.સામે પક્ષે શ્રી અરવિંદ દાતાર તથા શ્રી ગોપાલ શંકર નારાયણે જણાવ્યું હતું કે જો મરાઠા કોમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ન જણાતી હોય તો 50 ટકાની મર્યાદાના ઉલ્લંઘનનો કોઈ પ્રશ્ન નથી  .તથા વિનંતી કરાઈ હતી કે યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવે અને જો કોઈ સંદર્ભની જરૂર જણાય તો તે પછીથી પણ મેળવી શકાશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:54 pm IST)