મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

માત્ર કાગળ ઉપર નહીં ખરા દિલથી માફી માંગી છે : ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ યતીન ઓઝાએ માફી માગ્યા પછી પણ સીનીઅર એડ્વોકેટનું પદ પરત નહીં મળતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ

ન્યુદિલ્હી : ગુજરાત હાઇકોર્ટના સીનીઅર એડ્વોકેટનું પદ પરત અપાવવા  માટે શ્રી યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીની સુનાવણી 29 સપ્ટેમ્બર ઉપર રાખવામાં આવી છે.
શ્રી ઓઝાએ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓએ માત્ર કાગળ ઉપર નહીં પરંતુ ખરા દિલથી ગુજરાત હાઇકોર્ટની માફી માંગી છે.તેથી નામદાર કોર્ટએ છીનવી લીધેલું સીનીઅર કોર્ટનું પદ પરત મળવું  જોઈએ.જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટએ શિક્ષા ઓછામાં ઓછી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.અને સુનાવણી 29 સપ્ટેમ્બર ઉપર મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે શ્રી ઓઝાએ પોતાના સીનીઅર હાઇકોર્ટ પદ છીનવાઈ જવા અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પિટિશનની સુનાવણીની તારીખ 17 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી તે હવે 29 સપ્ટેમ્બરના રોજ હાથ ઉપર લેવાશે.
શ્રી ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ રજિસ્ટ્રી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા જેના અનુસંધાને તેમનું સીનીઅર એડવોકેટ તરીકેનું પદ છીનવી લેવાયું છે.જેના અનુસંધાને ઓઝાએ માંગેલી માફી માત્ર કાગળ ઉપરની છે તેમ જણાવી ગુજરાત હાઇકોર્ટે  સીનીઅર એડ્વોકેટનું પદ પાછું આપ્યું નથી.જેથી શ્રી ઓઝાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)