News of Wednesday, 9th September 2020
અમેરિકાએ ભારતીય અંતરિક્ષયાત્રી કલ્પના ચાવડાના નામ પર રાખ્યું પોતાના સ્પેસક્રાફટનું નામઃ અમેરિકાની એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમેનએ કર્યું એલાન
અમેરિકાએ ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી કલ્પના ચાવડાના નામ પર પોતાના સ્પેસક્રાફટનું નામ રાખ્યું છે. જાણકારી મળી છે કે આ સ્પેસક્રાફટ ર૯ સપ્ટેમ્બરના લોંચ કરવામાં આવશે. અમેરિકા દ્વારા લેવામાં આવેલ આ કદમ દરેક ભારતીય નાગરિક માટે સમ્માનની વાત છે.
અમેરિકાની એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમેનએ કહ્યું કે કલ્પના ચાવડાએ ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રીના રૂપમાં ઇતિહાસ નોંધાવ્યો હતો અમે એમનું સમ્માન કરીએ છીએ.
(12:39 am IST)