મુખ્ય સમાચાર
News of Saturday, 9th October 2021

ગંગા નદીમાં માછલીના ૬૦ હજાર બચ્ચા છોડાયા

દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય નદી તટ કાર્યક્રમ પ્રારંભ કરાવતા પરસોતમ રૂપાલા : પ્રથમ તબક્કે ૬ રાજ્યોની પસંદગી : મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન સાથે નદીની સ્વચ્છતા ઉદેશ્યઃ કુલ ૩ લાખ બચ્યા છોડાયા

ઉતરપ્રદેશનાં સુપ્રસિધ્ધ સ્થળ ગઢમુકતેશ્વર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાના હસ્તે નદી તટ કાર્યક્રમનો પ્રારંભ કરાયેલ તે પ્રસંગની તસ્વીરમાં કેન્દ્રના રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી ડો.સંજીવકુમાર બાલીયાન, લક્ષ્મીનારાયણ ચૌધરી, સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ, સ્થાનિક ધારાસભ્ય કમલસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ,તા. ૯: ભારત સરકાર દ્વારા નદી પશુપાલન યોજના અંતર્ગત નદીમાં માછલીના બચ્ચા છોડવાનો કાર્યક્રમ ગઇ કાલે ઉત્તરપ્રદેશના ગઢમુકતેશ્વર ઘાટ ખાતે યોજાયેલ. દેશમાં પ્રકારના પ્રથમ કાર્યક્રમના  પ્રારંભ કેન્દ્રમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાના હસ્તે થયેલ. ગંગા નદીમાં એક સાથે ૬૦ હજાર માછલીના બચ્ચા છોડવામાં આવ્યા છે.

પી.એમ.એમ એસ.વાય. યોજના અંતર્ગત નદી તટીય કાર્યક્રમ વિસ્તાર, ઉંડાઇ વિવિધતા વગેરે બાબતો ધ્યાને રાખી માછલી ઉત્પાદન વધારવાનો હેતુ છે. રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ, હૈદ્રાબાદ તેની નોડલ એજન્સી તરીકે નિયુકત થયેલ છે. આબાદી સાથે ઉચ્ચ ગુણવતાયુકત પ્રોટીનની જરૂરિયાતના કારણે માછલીની માંગ મત્સ્ય સંશોધનો અને સંરક્ષણનો સમય પાકી ગયો છે. નદી તટીય કાર્યક્રમ ચિરસ્થાયી મત્સ્યપાલન, સામાજિક-આર્થિક લાભોનું સંકલન કરી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત માછીમારોની રોજગારી વધારી શકે છે અને નદીની સ્વચ્તમાં વૃધ્ધી કરી શકે છે. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ચરણમાં એન.એફ.ડી.બી.એ. ત્રણ મુખ્ય નદીઓ ગંગા અને એની સહાયક નદીઓ બ્રહ્મપુત્ર અને બરાક નદીને સમાવિષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ૬૭.૧૬ લાખ માછલીના બચ્ચાનું પાલન કરવા માટે રૂપિયા ૨.૮૧ કરોડની બજેટમાં જોગવાઇ કરી છે. પ્રથમ તબક્કે ૬ રાજ્યો પસંદ કરાયા છે. 

(1:05 pm IST)