મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

શ્રદ્ધાના પિતાએ મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવ્યા;આફતાબની ફાંસીની માંગણી કરી

-શ્રદ્ધાના પિતા વિકાસ વોલ્કરે માંગ કરી કે આ કેસમાં આફતાબે પરિવારની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.

મુંબઈઃ શ્રદ્ધાના પિતા વિકાસ વૉલ્કરે આરોપી આફતાબને ફાંસી આપવાની માગ કરી. એટલું જ નહીં તેમણે મુંબઈ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા.વિકાસ વૉલકરે કહ્યું કે જો મુંબઈ પોલીસે ઢીલી નીતિ ન રાખી હોત તો આજે શ્રદ્ધા જીવતી હોત અને મારે આવા મુશ્કેલીના સમયમાંથી પસાર ન થવું પડત. એટલું જ નહીં વિકાસ વૉલ્કરે આફતાબના પરિવારની પૂછપરછ કરવામાં આવે તેવી માગ કરી છે.

શ્રદ્ધાના પિતાએ જણાવ્યું કે દિલ્હી અને વસઈ પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ જો તુલિંજ અને માનિકપુર પોલીસે પહેલેથી જ યોગ્ય રીતે તપાસ કરી હોત તો શ્રદ્ધા આજે જીવતી હોત. કે વધુ પુરાવા મળવામાં મદદ મળી હોત. તેમણે કહ્યું કે- હું ઈચ્છું છું કે જે રીતે મારી દીકરીની હત્યા થઈ તેવી જ રીતે આફતાબને સજા મળે.

વિકાસે માગ કરી કે આ કેસમાં આફતાબે પરિવારની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. ત્યારે તેમની પણ પૂછપરછ થવી જોઈએ. એટલું જ નહીં જે લોકો આ કેસમાં સામેલ છે તેમની તપાસ થવી જોઈએ અને તેમના પર કાર્યવાહી પણ થવી જોઈએ.

શ્રદ્ધાના પિતા શુક્રવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ભાજપના નેતા કિરીટ સોમૈયા પણ હાજર હતા. જે પછી વિકાસ વૉલ્કરે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે હું દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હીના DCPનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તેમણે મને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. એટલું જ નહીં વિકાસે મદદ માટે કિરીટ સોમૈયાનો આભાર પણ વ્યક્ત કર્યો

(8:58 pm IST)