મુખ્ય સમાચાર
News of Monday, 10th January 2022

ડેલ્ટા અને ઓમીક્રોનનું મિક્સ વેરિયંટ ડેલ્ટ્રાક્રોન વાયરસ લેબમાં તૈયાર કર્યાનો ચોંકાવનારો દાવો

સાયપ્રસ યુનિ,એ દાવાને ફગાવ્યો : સાઇપ્રસમાં ડેલ્ટાક્રોનના ૨૫ જેટલા કેસના નમૂના જીનોમ તપાસ

નવી દિલ્હી : નવી કોરોના વાયરસના નવા સ્વરુપ ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર દુનિયામાં ફેલાયો છે, ૨ નવેમ્બરના રોજ પ્રથમ વાર દક્ષિણ આફ્રિકામાં શાધાયેલો ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીનો સૌથી ઝડપી વાયરસ છે. કયાંક ઓમિક્રોન અને ડેલ્ટાના મિકસ સ્વરુપ ડેલ્ટાક્રોનની પણ ચર્ચા ચાલે છે. યૂરોપિયન દેશ સાઇપ્રસમાં ડેલ્ટાક્રોનના ૨૫ જેટલા કેસના નમૂના જીનોમ તપાસ કરવામાં આવી રહી છે.

કેટલાક વૈજ્ઞાાનિકો ડેલ્ટ્રાક્રોન વાયરસ લેબમાં વિકસિત કર્યો હોવાનું માની રહયા છે. જો કે સાઇપ્રસ યુનિવર્સિટીએ લેબમાં વિકસિત થયો હોવાના કોઇ પણ પ્રકારના દાવાને ફગાવી દીધો છે.

સાઇપ્રસ યુનિવર્સિટીના નિષ્ણાતોનો મત હતો કે ઓમિક્રોન અને ડેલ્ટાના મિશ્રણથી જ નવો વાયરસ બન્યો છે. ડેલ્ટા જીનોમમાં ઓમિક્રોન જેવા આનુવાંશિક લક્ષણો વાળા સ્વરુપના લીધે વિકસિત થયો છે. સાઇપ્રસના વૈજ્ઞાાનિકો અને તેમની ટીમના ધ્યાનમાં આવ્યું કે કોવિડ-૧૯ સંક્રમણની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો સુધી આનું સંક્રમણ થવાની શકયતા વધારે રહેલી છે. તપાસના પરીણામો પરથી માલૂમ પડશે કે આ ડેલ્ટાક્રોન કેટલો ખતરનાક છે.

કોરોના વાયરસ પર સ્ટડી કરનારા બર્મિઘમ યુનિવર્સિટીના માઇક્રોબાયલ જીનોમિકસ પ્રોફેસરનું માનવું છે કે કોઇ પણ વાયરસના અનેક સ્વરુપો ફેલાયેલા હોયતો તેમાંથી નવો વાયરસ બનવાની શકયતા વધી જાય છે. ડેલ્ટા અને ઓમિક્રોન મળીને ડેલ્ટાક્રોન બને તો તેમાં કાંઇ નવાઇ જેવું નથી પરંતુ આ લેબની પ્રવૃતિ છે કે નહી તેની પણ તપાસ થવી જરુરી છે કારણ કે ઓમિક્રોન અને ડેલ્ટા કરતા પણ તેનું આ સ્વરુપ વધારે બીમાર પાડનારું છે. તે વધુને વધુ લોકોને સંક્રમિત કરવાની સાથે ઘાતક પણ છે. જો કે ડેલ્ટાક્રોન પણ ઓમિક્રોન જેટલો ફેલાતો હશે એવું માનવાને કોઇ કારણ નથી

(11:30 pm IST)