મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળનું યુવાન દંપતી મૃતક હાલતમાં મળી આવતા સન્નાટો : 32 વર્ષીય એન્જીનીઅર યુવાન બાલાજી ભારત રુદ્રવાર તથા તેની ગર્ભવતી પત્ની 30 વર્ષીય આરતી બાલાજી રુદ્રવાર મૃતક હાલતમાં મળી આવ્યા : 4 વર્ષની માસુમ દીકરી બાલ્કનીમાં એકલી ઉભી રડી રહી હોવાથી પડોશીઓને ખબર પડી

ન્યુજર્સી : અમેરિકામાં ભારતીય મૂળના યુવાન એન્જીનીઅર  32 વર્ષીય બાલાજી ભારત રુદ્રવાર તથા તેની ગર્ભવતી પત્ની 30 વર્ષીય આરતી બાલાજી રુદ્રવાર બુધવારે તેઓના નિવાસ સ્થાનમાં મૃતક હાલતમાં મળી આવવાથી સન્નાટો ફેલાઈ  જવા પામ્યો છે. આ દંપતીની 4 વર્ષની માસુમ દીકરી બાલ્કનીમાં એકલી ઉભી રડી રહી હોવાથી પડોશીઓને ખબર પડી હતી.

પાડોશીઓએ માસુમ દીકરીને રડતી જોઈ પોલીસને ફોન કર્યો હતો.પોલીસે  જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ જાણી શકાશે. સ્થાનિક સમાચાર પત્રોમાં જણાવાયા મુજબ દંપિતનું મોત ચાકુના ઉપરા  છાપરી ઘાથી થયું છે.

મૃતક યુવાનના પિતા ભારત રુદ્રવારએ જણાવ્યું હતું કે તેની પુત્રવધુ ગર્ભવતી હતી.તેને સાત માસનો ગર્ભ હતો તેથી અમે અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા.ત્યાં પોલીસ સૂત્રોનો ફોન આવતા અમારા ઉપર આભ તૂટી પડ્યું છે.દંપતીના મૃતદેહને ભારત પહોંચતા 10 દિવસનો સમય લાગી શકે છે.તેવું મૃતક યુવાનના પિતાએ જણાવ્યું હતું.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:18 pm IST)