મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

ઉદ્યોગ પુછે છે ...કયારે આવશે અચ્છે દિન !

કોરોનાએ બાંધકામ ઉદ્યોગની કેડ ભાંગી નાખી ૧૫ થી ૧૬ માસમાં ૧૬૦૦ -૨૦૦૦ કરોડની નુકસાની

અમદાવાદ,તા. ૧૦: ગુજરાતના કન્ટ્રકશન ઉદ્યોગ પર માઠી બેઠી છે કારણ કે લગભગ કોરોનાની પ્રથમ અને હવે બીજી લહેરમાં બાંધકામ માટે જરૂરી ઇંટો, કપચી, સિમેન્ટ, લોખંડના ભાવોમાં ઓછામાં ઓછા ૩૦ થી ૩૫ ટકાનો વધારો નોંધાયો છે. જેનાથી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડી તેજી જેવું લાગતુ હતું. પરંતુ માર્ચ મહિનામાં બીજી લહેરના કારણે પુનઃ કન્સ્ટ્રકશન એકવીટીઝને ફટકો પડ્યો છે.

સિમેન્ટ કે જેની થેલીના રૂ. ૨૦૦ હતા તે કુદીને સીધા રૂ. ૩૦૦ની ઉપર પહોંચી ગયા છે. જ્યારે બીજી તરફ ટુ બેડ રૂમ ફલેટ ખરીદનારાઓ પરિસ્થિતીનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને બિલ્ડરોને હાલની સ્થિતીમાં માલ વેચવા માટે ૩૦ થી ૩૫ લાખમાં વેચવા મજબુર કરી રહ્યા છે.

દરમિયાન આ એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટસે અમદાવાદ  વડોદરા, સુરત, રાજકોટમાં વેગ પકડ્યો હતો હવે ભાવોની વૃધ્ધિના લીધે આ પ્રવૃતિ પણ ધીમી પડી ગઇ છે. દક્ષિણ અમદાવાદના આ ઉદ્યોગના અગ્રણી વિજય ગજ્જરે જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયમાં ડીઝલ અને પેટ્રોલના વધેલા ભાવો એ બાંધકામ માટે જરૂરી મટીરીયલ્સને ગંભીર અસર પહોંચાડી છે.

હાલમાં મોટી બેંકોએ હાઉસીંગ લોન માટેની નીતી હળવી બનાવી છે. તેથી ખરીદદારોને રસ પડ્યો છે જ્યારે અમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. મોંઘા ભાવે આ મટીરીયલ્સને ગંભીર અસર પહોંચાડી છે.

હાલમાં મોટી બેંકોએ હાઉસીંગ લોન માટેની નીતી હળવી બનાવી છે. તેથી ખરીદદારોને રસ પડ્યો છે. જ્યારે અમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. મોંઘા ભાવે આ મટીરીયલ ખરીદીને અમે અમારા કમિટમેન્ટ પુરા કરી રહ્યા છીએ. તેઓના અંદાજ અનુસાર અમારા ઉદ્યોગને છેલ્લા ૧૫ થી ૧૬ મહિનામાં ૧૬૦૦ થી ૨૦૦૦ કરોડની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

જો  લોકડાઉન ન આવે તો થોડા દિવસો બાદ ઉદ્યોગમાં પુનઃ નવી આશાનો સંચાર થવાની શકયતા છે. અત્યાર તૈયાર થયેલા નાના મોટા ફલેટસ અને ટેનામેન્ટસને સ્વતંત્ર બંગલાના દિવાળીને તહેવારમાં વેંચાઇ જવાની શકયતા અમે જોઇ રહ્યા છીએ. આમ ઉદ્યોગના સારા દિવસો સમય આવે એવું લાગે છે.

(10:10 am IST)