મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

પ.બંગાળમાં મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા : ફાયરીંગ

આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ ૧,૧૫,૮૧,૦૨૨ મતદારો ૩૭૩ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે : હાવડામાં ૯ વિધાનસભા સીટો, દક્ષિણ ૨૪ પરગનામા૬ ૧૧, અલીપુરદ્રારમાં ૫, કૂચબિહારમાં ૯ અને હુગલીમાં ૧૦ સીટો પર મતદાન થઇ રહ્યું છે

કોલકત્તા તા. ૧૦ : પશ્ચિમ બંગાળમાં કૂચ બિહારના સિતાલકુચીમાં પોલિંગ બૂથ પર હિંસાના સમાચાર છે. TMC ના લોકો પર ભાજપના લોકોની સાથે મારઝૂડનો આરોપ છે. TMC કાર્યકર્તાઓને બૂથ પર કથિત રીતે બોમ્બ ફેંકયા અને ફાયરિંગ કર્યું. ભાજપનું કહેવું છે કે તેમના ૩ કાર્યકર્તા ઘાયલ થયા છે. 

સાઉથ ૨૪ પરગના જિલ્લાની ભાનગઢ વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સુમી હાતીએ પોતાનો મત આપ્યો હતો.

પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગના જિલ્લામાં પોલિંગ બૂથની બહાર લોકોની ભારે ભીડ છે. લોકો લાઇનમાં ઉભા રહીને પોતાનો મત આપવા માટે રાહ જોઇ રહ્યા છે.

ટોલીગંજથી ભાજપના ઉમેદવાર અને સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે પશ્વિમ બંગાળથી ટીએમસી અને મમતા દીદીને હટાવવાની ચેલેંજ છે. અરૂપ બિસ્વાસ જે અહીંથી ટીએમસીના ઉમેદવાર છે, તે મમતા બેનર્જીના દરેક કામમાં રાઇડ હેન્ડ રહ્યા છે. તેના લીધે અહીં જે ડરનો માહોલ છે, તેને બદલવાનો પડકાર અમારી સામે છે.

આજથી ૧૦ એપ્રિલના રોજ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર બંગાળમાં કૂચબિહાર, અલીપુરદ્રાર, દક્ષિણ ૨૪ પરગણા, હાવડા અને હુગલીમાં ૪૪ વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. મતદાન માટે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે મતદાન માટે ૪૪ સીટોના ૧૫,૯૪૦ બૂથો પર કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF)ની ઓછામાં ઓછી ૭૮૯ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. તો બીજી તરફ ટીએમસી તરફથી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ ઘણી વિધાનસભામાં જનસભાઓ સંબોધી છે.

(12:43 pm IST)