મુખ્ય સમાચાર
News of Saturday, 10th April 2021

પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા : ૫ના મોત

ચૂંટણીપંચે માંગ્‍યો રીપોર્ટ : સીઆઇએસએફના જવાનોએ ઉપદ્રવીઓ પર કર્યું ફાયરીંગ : હિંસા બાદ મતદાન અટકાવાયુ : બીજેપી - ટીએમસીના કાર્યકર્તાઓ વચ્‍ચે અથડામણ

કલકત્તા તા. ૧૦ : પ.બંગાળમાં ચોથા ચરણના મતદાન દરમિયાન કુચબિહારમાં હિંસામાં ૫ના મોત થયા છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ ઉત્તર બંગાળના કુચબિહારના સીતલકુચીમાં કેન્‍દ્રીય બળ સીઆઇએસએફના જવાનોએ ઓપનીંગ ફાયરીંગ કરી હતી. મૃત્‍યુ પામનારમાં ૧૮ વર્ષનો યુવક પણ સામેલ છે. જો કે ટીએમસીએ ૫ના મોતનો દાવો કર્યો છે.

મિ બંગાળમાં ચૌથા ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્‍યારે અનેક જગ્‍યાએ હિંસક અથડામણના સમાચાર આવી રહ્યા છે. કુચબિહારના સિતાલકુચીમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્‍ચે બબાલ થઈ હતી. આ અથડામણમાં લોકો ઘાયલ થયા. પોલીસે લાઠી ચાર્જ કરી સ્‍થિતિ પર કાબૂ મેળવ્‍યો હતો. જયારે બૂથ નંબર ૨૮૫માં મતદાન કેન્‍દ્રની બહાર બોમ્‍બ ફેરવામાં આવ્‍યો અને ગોળીબારી થઈ. પોલિંગ બુથની બહાર ફાયરિંગમાં વોટ નાંખવા આવેલા એક યુવકનું મોત થયું છે.

આ દરમિયાન બંગાળ પોલીસે દાવો કર્યો છે કે કેન્‍દ્રીય દળોની ફાયરિંગમાં કુચબિહારમાં ચાર લોકોના મોત થયા છે. આજે સવારે ૧૦ વાગ્‍યાની આસપાસ સિતાલકુચીમાં ઘટના ત્‍યારે બની જયારે ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમ(ક્‍યૂઆરટી) પર મતજદાન ક્ષેત્રના ચક્કર લગાવી ઉપદ્રવિઓ દ્વારા કથિત હુમલો કરવામાં આવ્‍યો.

મનાઈ રહ્યું છે કે ઉપદ્રવીયોએ ક્‍યૂઆરટીના વાહનોને નુકસાન પહોંચાડ્‍યુ. એ બાદ સુરક્ષાકર્મિઓ દ્વારાફાયરિંગકરવામાં આવ્‍યું જેમાં ૪ લોકોના મોત થયા હોવાનો ટીએમસીએ દાવો કર્યો છે કે બુથ ૫/૧૨૬ પર થયેલી આ ઘટનામાં હમીદુલ હક, મનીરૂલ હકમ સમીયુલ હત અને અજમદ હુસૈનનું મોત થયું છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતા ડોલા સેને કહ્યું કેન્‍દ્રીય બળોએ આજે બે વારફાયરિંગકર્યું છે. કૂચબિહારમાં બ્‍લોક વનમાં ફાયરિંગમાં એકનું મોત થયું જયારે ૩ ઇજાગ્રસ્‍ત થયા. સિતલકૂચી બ્‍લોકમાં ફાયરિંગમાં ૩ના મોત થયા છે અને ૧ વ્‍યક્‍તિ ઇજાગ્રસ્‍ત છે. કેન્‍દ્રીય સુરક્ષાદળોએ હદ પાર કરી છે અને લોકો સાથે અન્‍યાય કરવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર ઘટનામાંચૂંટણીપંચે ડીઈઓ કૂચબિહારમાંથી એક કલાકની અંદર રિપોર્ટ માંગ્‍યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના એડિશનલ ડાયરેક્‍ટર જનરસ જગમોહને ફોન પર જણાવ્‍યું કે ૪ લોકોના મરવાની પુષ્ટિ થઈ છે. સીઆઈએસએફના જવાનોએ ગોળી ચલાવી છે. ગોળી ત્‍યારે ચલાવવામાં આવી જયારે તેમના પર ગ્રામીણોએ હુમલો કર્યો.

(4:01 pm IST)