મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

પેટ્રોલ -ડીઝલની કિંમતમાં ફરી વધારો

આજે ડીઝલ ૩૧ થી ૩૫ પૈસા પ્રતિલીટર અને પેટ્રોલ ૨૩ થી ૨૬ પૈસા પ્રતિ લીટર સુધી મોંઘું થયું

નવી દિલ્હી,તા.૧૦:  સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલનો ભાવ ૩૧થી ૩૫ પૈસા સુધી વધી ગયો છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ   પણ ૨૩થી ૨૬ પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લીટર, જયારે ડીઝલનો ભાવ ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ માં પેટ્રોલનો ભાવ ૯૭.૬૧ રૂપિયા થતા ડીઝલનો ભાવ ૮૮.૮૨ રૂપિયા પ્રતિ લીટર હતો.

પણ ૨૩થી ૨૬ પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લીટર, જયારે ડીઝલનો ભાવ ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ માં પેટ્રોલનો ભાવ ૯૭.૬૧ રૂપિયા થતા ડીઝલનો ભાવ ૮૮.૮૨ રૂપિયા પ્રતિ લીટર હતો.

પણ ૨૩થી ૨૬ પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લીટર, જયારે ડીઝલનો ભાવ ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ, મુંબઈ માં પેટ્રોલનો ભાવ ૯૭.૬૧ રૂપિયા થતા ડીઝલનો ભાવ ૮૮.૮૨ રૂપિયા પ્રતિ લીટર હતો.

નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

. દિલ્હી- પેટ્રોલ ૯૧.૫૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે.

. મુંબઈ- પેટ્રોલ ૯૭.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે.

. કોલકાતા- પેટ્રોલ ૯૧.૬૬ રૂપિયા અને ડીઝલ ૮૪.૯૦ રૂપિયા પ્રતિ લીટર છે.

. ચેન્નઈ- પેટ્રોલ ૯૩.૩૮ રૂપિયા અને ડીઝલ ૮૬.૯૬ રૂપિયા પ્રતિ લીટર છે.

(9:51 am IST)