મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

પ્રાઇવેટ હોસ્પિટલમાં રસીની કિંમત ૬ ગણી વધી ગઇ

કોવિશિલ્ડ રસી માટે રૂ.૭૦૦થી ૯૦૦ તો ભારત બાયોટેકની કોવેકિસન માટે લેવાય છે રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ : દુનિયાના મોટા ભાગના દેશોમાં રસી વિનામુલ્યે અપાય છે જયારે ભારતમાં લોકોને પ્રાઇવેટમાં લેવા ગજવા હળવા કરવા પડે છે

નવી દિલ્હી, તા.૧૦: ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેકસીનની કિંમત ૬ ગણી વધી ગઇ છે પહેલા કોવિશિલ્ડ રૂ.૨૫૦૦માં લગાવાતી હતી હવે તેના ૭૦૦થી ૯૦૦ વસુલાય છે. આ જ રીતે કોવેકિસન માટે પ્રાઇવેટ હોસ્પિટલો ૧૨૫૦થી ૧૫૦૦ રૂપિયા વસુલી રહયા છે. પ્રાઇવેટ સેકટરની ૪ હોસ્પિટલ ગ્રુપ વેકસીનેશનમાં સામેલ છે જેમાં એપોલો, મેકસ, ફોર્ટિસ અને મણીયાલ સામેલ છે. મોટા ભાગના દેશોમાં વેકસીન મફતમાં અપાય છે પણ ભારત એવા કેટલાક દેશોમાં સામેલ છે જયાં લોકોને વેકસીન માટે ગજવામાંથી ખર્ચ કરવા પડે છે. સાથે જ ભારત એવા દેશોમાં સામેલ છે જયા પ્રાઇવેટ સેકટરમાં વેકસીનની કિંમત સૌથી વધુ છે. દેશમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિશિલ્ડ લગાવવાનો ખર્ચ ૧૨ ડોલર તો કોવિકસિન લગાવવાનો ખર્ચ ૧૭ ડોલર છે.

કોરોનાની લડાઈમાં રસીને એક હથિયાર મનાઈ રહ્યુ છે. સરકારે ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લગાવવાની અપીલ કરી છે. પરંતુ રસીના ભાવને લઈને હોબાળો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રાઈવેટ સેકટરને ૨૫૦ રુપિયામાં અપાઈ રહેલી રસીની કિંમત ૬ ગણા સુધી વધી ગઈ છે. ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ રસીની કિંમત ૭૦૦થી ૯૦૦ રુપિયા જયારે ભારતની બાયોટેક દ્વારા નિર્મિત કોવૈકિસનની કિંમત ૧૨૫૦થી ૧૫૦૦ સુધી પહોંચી ગઈ છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ કોવિન વેબસાઈટથી ખબર પડે છે કે તમામ ખાનગી સેકટરમાં રસીકરણના ચાર મોટા કોર્પોરેટ હોસ્પિટલ જ સામે આવ્યા છે. જેમાં એપોલો, મૈકસ, ફોર્ટિસ અને મણિપાલ છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં રસીની કિંમતમાં અસમાનતા છે. ઉલ્લેખનીય છે દેશનો મોટો ભાગ રસીકરણ માટે પોતાના ખિસ્સાના પૈસા ખર્ચવા નથી માંગતા. તેનું સૌથી મોટુ કારણ ભારતમાં પ્રાઈવેટ સેકટરમાં વધી રહેલી રસીની કિંમત. ભારતમાં કોવિશિલ્ડનો એક ડોઝ મેળવવા માટે લગભગ ૧૨ ડોલર અને કોવાકિસન માટે ૧૭ ડોલર આપવો પડી રહ્યો છે.

ભારતમાં જયારે રસીની શરુઆત થઈ હતી. ત્યારે તે સમેય કેન્દ્ર ૨ ડોઝ માટે ૧૫૦ રુપિયા સુધીની ચૂકવણી કરી રહ્યુ હતુ. રાજય સરકારો તથા ખાનગી હોસ્પિટલો માંગ કરી રહી હતી. એટલું જ નહીં પ્રાઈવેટ હોસ્પિટલનોમાં રસીકરણ માટે પ્રતિ ડોઝ ૧૦૦ રુપિયા લેવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના પર ખાનગી હોસ્પિટલોએ સહમતિ આપી દીધી હતી. જો કે અનેક હોસ્પિટલો અસરકાર રુપથી રસીકરણની કિંમતના રુપમાં કોવિશિલ્ડના ૨૫૦-૩૦૦ રુપિયા પ્રતિડોઝ ચાર્જ કરી રહ્યા છે.

મૈકસ હોસ્પિટલોમાં એક પ્રવકતાએ જણાવ્યુ કે અત્યાર સુધી કોવિશીલ્ડની કિંમત ૬૬૦-૬૭૦ રુપિયા હતી. જેમાં જીએસટી અને અન્ય ખર્ચ સામેલ હતી. તેમણે કહ્યું કે જયારે રસી મંગાવવામાં આવે છે તો તેમાં ૫ થી ૬ ટકા સુધી ખરાબ થઈ જાય છે. તેવામાં તેની કિંમત ૭૧૦-૭૧૫ થઈ જાય છે. આ સાથે જે કર્મચારી રસી લગાવે છે કે તેમના માટે પીપીઈ કિટ, સેનેટાઈઝર, બાયોમેડિકલની વ્યવસ્થા કરવી પડે છે. જે માટે ૧૭૦ થી ૧૮૦ રુપિયા સુધીનો ખર્ચ થાય છે.  તેવામાં એક રસીની કિંમતનો ખર્ચ  ૯૦૦ સુધી નક્કી થઈ જાય છે.

તેમણે કહ્યુ કે અત્યાર સુધી આ સ્પષ્ટ નથી કે હોસ્પિટલોમાં રસીની કિંમત રુપિયામાં આપી શકાય. ભારત બાયોટેકે કોવેકિસનની ૧૨૦૦ રુપિયા પ્રતિ ડોઝની કિંમત નક્કી કરી હતી. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ૬૦૦ રુપિયા પ્રતિ ડોઝની જાહેરાત કરી હતી. પરંતુ બન્ને કંપનીઓ હવે ડબલ ભાવ પર રાજયોને રસી પુરી પાડી રહી છે.

(11:06 am IST)