મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

મણિપુરમાં ફરી હિંસાનો દોર, લશ્કરી યુનિફોર્મમાં અને લશ્કરી વાહનમાં આવેલા ઉગ્રવાદીઓના ગોળીબારમાં મહિલા સહિત ૩ના મોત, ૨ ઘાયલ

મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. આજે શુક્રવારે ખોકેન ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓ અને ભોગ બનનારાઓ અલગ-અલગ સમુદાયના હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. તે જ સમયે, હુમલાખોરો સેના દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો જેવા જ એક વાહનમાં આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.

ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર ફોરમ (આઈટીએલએફ) એ ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. કહ્યું કે આ ઘટના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ દ્વારા બોલાવવામાં આવેલી શાંતિ પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. અમે સત્તાધીશોને બળવાખોરો સામે પગલાં લેવાની માંગ કરીએ છીએ.

મણિપુરમાં ૩ મેના રોજ બે આદિવાસી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. સેકડો મકાનો વાહનો સળગાવી દેવાયા છે. હિંસાની ચિનગારી લગભગ એક મહિનાથી વધુ સમયથી જલતી રહી છે.

(11:50 pm IST)