મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

અમેરિકાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની મદદ માંગી

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આસામમાં જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોના નશ્વર અવશેષો શોધવા માટે પૂર્વોત્તર રાજ્યની સરકારની મદદ માંગી

અમેરિકાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પાસે મોટી મદદ માંગી છે. આ પહેલીવાર છે જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી દેશે ભારતના કોઈ મુખ્યમંત્રીથી પાસે સીધી મદદ માંગી છે. જેના કારણે હવે ગ્લોબલ લેવલ પર હિમંતા બિસ્વા સરમાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમના સ્પષ્ટવક્તા અને કટ્ટર હિન્દુત્વ માટે જાણીતા છે.

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ હિમંતા બિસ્વા સરમા પણ કટ્ટર હિંદુત્વ હોવાના કારણે અને પોતાના ખાસ કામોને કારણે સમાચારમાં છે. હવે અમેરિકાએ તેમની પાસે એક મોટા મામલામાં મદદ માંગીને તેમનું કદ વધુ વધાર્યું છે. પણ એવી કઈ બાબત છે જેમાં અમેરિકાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની મદદ લેવી પડી છે?

હકીકતમાં, અમેરિકાએ જે મામલામાં સીએમ હિમંતા બિસ્વા સરમા પાસે મદદ માંગી છે તે વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલો છે. પરંતુ આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાનું નથી, જેના માટે અમેરિકાએ આસામના મુખ્યમંત્રી પાસે મદદ માંગી છે, બલ્કે આ મામલો બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલો છે. 1939 થી 1945 સુધીના બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા મુખ્ય પાત્ર હતું. તે દરમિયાન આખું વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આમાં વિશ્વના તમામ દેશોને ભારે નુકસાન થયું હતું. આ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરોમાં અણુબોમ્બ ફેંક્યા હતા. પરંતુ ઘણા દેશોમાં અમેરિકન સૈનિકોએ મોટા પાયે જીવ ગુમાવ્યા હતા. તેમાંથી આસામ પણ ભારતનું એવું મહત્ત્વનું રાજ્ય છે, જ્યાં અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

અમેરિકાએ ભારતીય રાજ્યમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માર્યા ગયેલા અમેરિકન સૈનિકોના અવશેષો શોધવા માટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની મદદ માંગી છે. કોલકાતામાં યુએસ કોન્સ્યુલ જનરલ મેલિન્ડા પાવેકે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આસામમાં જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોના નશ્વર અવશેષો શોધવા માટે પૂર્વોત્તર રાજ્યની સરકારની મદદ માંગી છે. પાવેકે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને તેમની બેઠક દરમિયાન આ વિનંતી કરી હતી. હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું, "યુએસ કોન્સ્યુલ જનરલે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આસામમાં જીવ ગુમાવનારા 1,000 અમેરિકન સૈનિકોના નશ્વર અવશેષો શોધવામાં મદદ માંગી છે. મેં તેમને આશ્વાસન આપ્યું છે કે અમે આ બાબતે જે કંઈ કરી શકીએ તે કરીશું."

(12:18 am IST)