મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

પોરબંદરમાં ISISનાં મોડયુલનો પર્દાફાશઃ ૪ની ધરપકડ

એટીએસનું સુપર ઓપરશેનઃ ધરપકડ કરાયેલા ચારેય ISIS ગ્રુપના સભ્‍યો હોવાનો ધડાકો દરોડા દરમ્‍યાન અનેક શંકાસ્‍પદ ચીજો મળી આવીઃ ધરપકડ થઇ તેમાં એક મહિલા પણ છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦: ગુજરાત એટીએસના આઇજી દીપન ભદ્રન અને તેની ટીમ દ્વારા  પોરબંદરમાં ત્રાટકીને એક વિદેશી નાગરિક સહિત ૪ વ્‍યકિતઓની અટકાયત કર્યા બાદ વધુ શંકાસ્‍પદ વ્‍યકિતઓની  તેવી ધરપકડની શકયતાના પગલે પોરબંદરમાં આતંકવાદી ગતિવિધિ અને પોરબંદરમાં કેટલીક વ્‍યકિતના આતંકવાદી સાથે કનેકશનના સંદેહ સાથે એટીએસ દ્વારા ગુપ્‍ત રાહે મોટું ઓપરેશન હાથ ધરાયેલ છે. એવી પણ શંકા પ્રવર્તી રહેલ છે કે પોરબંદરથી એક મહિલા સહિત કેટલીક વ્‍યકિત આતંકવાદી સાથે તાલીમમાં જોડાવવા પેરવી કરતા હોય ગુજરાત એટીએસ દ્વારા આ સ્‍પેશીયલ ઓપરેશન હાથ ધરાયું છે. સુપર ઓપરેશન દરમિયાન કેટલીક શંકાસ્‍પદ ચીજો મળી આવી છે.

ગુજરાત એટીએસ દ્વારા સ્‍પેશીયલ ઓપરેશન અંગે ગઇકાલે મોડી રાત્રી સુધી કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. એટીએસ દ્વારા આ સ્‍પેશીયલ ઓપરેશન અંગે આજે બપોરે પ્રેસ કોન્‍ફરન્‍સ બોલાવીને સનસનીખેજ વિગતો જાહેર કરાય તેવી શકયતા છે.

એટીએસ દ્વારા સ્‍પેશીયલ ઓપરેશનમાં સુરતની સુમેરા નામની મહિલાની ધરપકમડ કરાય છે જયારે ધરપકડ કરાયેલ અન્‍ય ૩ વ્‍યકિતઓ સૈયદ મમુરઅલી, મોહમદ આદિલખાન અને મોહમ્‍મદ શાહીદ હોવાનું ખૂલ્‍યું છે. ધરપકડ કરાયેલ મહિલા સહિત ૪ વ્‍યકિતઓ આઇએસઆઇના સભ્‍ય હોવાનું માનવામાં આવે છે.

એટીએસના આઇ.જી. દીપન ભદ્રન કે જેઓ અગાઉ પોરબંદર જિલ્લાના એસ.પી. તરીકે રહી ચુકયા છે. તેઓ ગઇકાલે શરૂ થયેલ ગુપ્‍ત ઓપરેશન વખતે ખુદ હાજર રહેલ છે એટીએસના આઇજી દીપન ભદ્રન અને તેની ટીમ દ્વારા શહેરમાં આતંકવાદીઓના કનેકશન સંબંધે ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.  પોરબંદરમાં એટીએસ દ્વારા ગઇકાલ સવારથી ઓપરેશન ચાલી રહ્યું છે. એટીએસ દ્વારા એક વિદેશી નાગરિક તથા અન્‍ય ૩ વ્‍યકિતઓની ધરપકડ બાદ હજુ કેટલાંક શંકાસ્‍પદ શખ્‍સોની પુછપરછ ચાલી રહ્યાનું અને વધુ શખ્‍સોની ધરપકડો થાય તેવી શકયતા છે.

 

(12:01 pm IST)