મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

તારક મહેતાના સેટ પર બાળકોને પણ ખુબ જ પરેશાન કરવામાં આવતા : જેનિફરનો આક્ષેપ

ટપુસેનાના કલાકારો નાઇટ શીફટમાં શુટીંગમાં સેટ ઉપર વાંચતા : સવારે સીધા પરીક્ષા આપવા જતા : અસિત મોદીએ ટપ્‍પુ સેનાને પણ ના છોડી

મુંબઇ, તા. ૧૦ : ચર્ચિત ટીવી શો તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર નિભાવનાર એક્‍ટ્‍કેસ જેનિફર મિષાી બંસીવાલા શોના નિર્માતા અસિત મોદી પર લગાવેલા શોષણના આરોપોને લઈને ચર્ચામાં છે. જેનિફરે અસિત મોદી પર ઘણા આરોપ લગાવ્‍યા છે. હવે એક વખત ફરી તેમણે પ્રોડ્‍યુસર પર નવો આરોપ લગાવ્‍યો છે. આ વખતે જેનિફરે અસિત પર બાળકોને હેરાન કરવાનો આરોપ લગાવ્‍યો છે.

હાલમાં જ આપેલા એક ઈન્‍ટરવ્‍યૂમાં જેનિફરે ખુલાસો કર્યો કે ઁતારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માઁના સેટ પર બાળકોને પણ હેરાન કરવામાં આવતા હતા. જેનિફર મિષાી બંસીવાલાએ કહ્યું કે ૅશોમાં ટપ્‍પુ સેનાને હેરાન કરવામાં આવતી હતી. ટપ્‍પુ સેનામાં જેણે ટપ્‍પુનું પાત્ર નિભાવ્‍યું તે ભવ્‍ય ગાંધી, પિંકૂનુ પાત્ર નિભાવનાર ઝીલ મેહતા, ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહ ગોલીનું પાત્ર નિભાવનાર કુશ શાહે નિભાવ્‍યું હતું. ટપ્‍પુ સેનાને હેરાન કરવાનો દાવો કરતા જેનિફરે જણાવ્‍યું કે બાળક સેટ પર વાંચતા હતા અને સેટથી સીધા એક્‍ઝામિનેશન હોલ જતા હતા.ૅ

જેનિફરે આરોપ લગાવ્‍યો છે કે ૅપરીક્ષાઓના સમય જેવી અમારી નાઈટ શિફ્‌ટ હતી તો બાળકો બિચારા નાઈટ શિફ્‌ટમાં નાઈટ શૂટ પણ કરતા હતા. બેસીને વાંચી પણ રહ્યા હોય અને સવારે ૭ વાગ્‍યે પરીક્ષા આપવા જતા હોય. કેટલી વખત એવું થયું જ્‍યારે બાળકો સીધા સેટથી પરીક્ષા આપવા જતા હતા.ૅ

જણાવી દઈએ કે તેના પહેલા એક ઈન્‍ટરવ્‍યૂમાં જેનિફર મિષાીએ અસિત મોદી પર ફેવરેટિઝમનો આરોપ લગાવ્‍યો હતો. તેમણે જણાવ્‍યું કે ૅશૈલેશ લોઢા અને દિલીપ જોશીના પ્રતિ અસિત મોદીનો વહેવાર સારો હતો.

(4:24 pm IST)