મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનના ગેરકાયદેસર સ્મારક પર ચાલ્યું બુલડોઝર
એ આઈ એમ આઈ ના ધારાસભ્ય દ્વારા ધુલે શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરાવવામાં આવ્યું હતું
મુંબઈઃમહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ટીપુ સુલતાનના સ્મારક પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે ત્યાંથી હટાવી દેવામાં આવ્યું હતું.
એ આઈ એમ આઈ ના સ્થાનિક ધારાસભ્ય ફારૂક શાહ દ્વારા ધુલે શહેરના ચોકમાં ટીપુ સુલતાન નું સ્મારક ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે તેવી ફરિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવી હતી અને ગૃહ મંત્રી તેમજ સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી.બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા બાદ સમગ્ર શહેરમાં સુરક્ષાનો મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ તોફાન ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહી છે. થોડા દિવસ પહેલા શહેરમાં આવેલા એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને જયારે પણ શહેરમાં ટેન્શન ફેલાઈ ગયું હતું પરંતુ પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.