મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

અહી સરકાર પહેલા અભિષેક બેનર્જીને ખબર હતી કે પヘમિ બંગાળમાં પંચાયતની ચુંટણી કયારે યોજાશે

કોંગ્રેસના સાંસદ અને અધ્‍યક્ષ અધીર રંજન ચૌધરીના પ્રહારો

નવી દિલ્‍હી, તા., ૧૦: અહી સરકાર પહેલા અભિષેક બેનર્જીને ખબર હતી કે ચુંટણી કયારે થશે? કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના આપેક્ષોથી રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

આગામી ૮ જુલાઇએ પヘમિ બંગાળમાંપંચાયત ચુંટણી યોજાશે. ચુંટણી પંચે જણાવ્‍યા મુજબ આ ચુંટણી એક જ તબક્કામાં યોજાશે. રાજયના રર જિલ્લાની ૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચુંટણી માટે ૯ મી જુનથી ઉમેદવરી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. પરંતુ ચુંટણી પહેલા રાજકીય નિવેદનબાજી ઉગ્ર થઇ ગઇ છે. કોંગ્રેસે ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર પંચાયત ચુંટણીને લઇને ગંભીર આરોપી લગાવ્‍યા છે.

કોંગ્રેસ સાંસદ અને પヘમિ બંગાળ કોંગ્રેસના અધ્‍યક્ષ અધીર રંજન ચૌધરીના જણાવ્‍યા અનુસાર પંચાયતની ચુંટણી કયારે થશે અને કયારે નહી તેની સરકારને ખબર હોય છે. પરંતુ અહી સરકારથી પહેલા ખોકા બાબુ (અભિષેક બેનર્જી)ને ખબર હતી કે ચુંટણી કયારે થશે? તેઓ બંગાળમાં ન તો કોઇ બંધારણીય હોદા પર છે કે ન તો બંગાળમાં કોઇ વહીવટ પદ પર છે તો પછી પંચાયતની ચુંટણી કયારે થશે તેની તેમને કેવી રીતે ખબર હતી.

આ ઉપરાંત તેમણે કહયું કે અમારૂ પ્રતિનિધિમંડળ ચુંટણી પંચ પાસે જશે અને લોકો તેમની ઉમેદવારી નોંધાવી શકે તે માટે અમે સમય ર્યાદા વધારવાની માંગણી કરીશું અમે પણ ઇચ્‍છીએ કે પંચાયતની ચુંટણીઓ યોજાય જે રીતે અહી પંચાયતની ચુંટણીની જાહેરાત કરવામાં આવી તેનાથી સરકારનો સાચો હેતુ સમજાઇ ગયો છે. તેમનો ઉદેશ પ્રથમ રાઉન્‍ડમાં જ વિરોધી ટીમને સમય ન આપીને હરાવી દેવાનો છે.

પヘમિ બંગાળમાં ૮ જુલાઇએ પંચાયતની ચુંટણી યોજાશે. ચુંટણી માટે મતદાન એક જ તબક્કામાં થશે. આ માટે નોમીનેશન ૯ મી જુન એટલે કે  ગઇકાલથી શરૂ થઇ ગઇ છે. આ ચુંટણીમાં બંગાળના પ,૬૭,ર૧,ર૩૪ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચુંટણી પંચ અનુસાર, ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧પ  જુન હશે. જયારે મતગણતરી ૧૧ જુલાઇએ થશે.

(5:52 pm IST)