મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે બોલ૯ અંદાજમાં જાવા મળીઃ અોફ શોલ્ડર ટોપ અને શોર્ટ સ્કર્ટમાં મનમોહન અદા જાવા મળી

ગ્લેમરસ અને સ્ટાઇલીસ લુક જાઇને લોકોના હોશ ઉઠી ગયા

મુંબઇ તા.૧૦:અભિનેત્રી અંકિતા લોખંડેનો બોલ્ડ અંદાજ જાવા મળતા સૌના હોશ ઉડી ગયા હતા.

ઓફ શોલ્ડર ટોપ અને શોર્ટ સ્કર્ટ.. જેણે પણ અંકિતા લોખંડેને આ રૂપમાં જોઈ તેની આંખો ખુલ્લી જ રહી ગઈ હતી. હસીનાનો આવો બોલ્ડ અંદાજ આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. 

 અંકિતાએ તેના પતિ વિકી જૈન સાથે પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. અંકિતાએ ઇયરિંગ્સ અને સિલ્વર હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો હતો અને તે આ આઉટફિટમાં ખૂબ જ કોન્ફીડન્ટ દેખાતી હતી.

જો કે અંકિતા પહેલા પણ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી છે, પરંતુ તેની બોલ્ડ સ્ટાઈલ આજથી પહેલા ક્યારેય જોવા મળી નથી. અંકિતાનો આ સુપર હોટ સ્ટાઈલીશ લુક કેમેરામાં કેદ થતાની સાથે જ આ વાયરલ થઈ રહ્યો છે..

અંકિતાને તેની હિટ સીરિયલ પવિત્ર રિશ્તાથી ફેમ મળી હતી જેમાં તેણે ખૂબ જ સાદી અને ઘરેલું છોકરીની ભૂમિકા ભજવી હતી. આજે પણ તેની એ જ ઈમેજ લોકોના દિલમાં છે, પરંતુ હવે લાગે છે કે અંકિતા પોતાની ઈમેજને સંપૂર્ણપણે બદલવાના મૂડમાં છે.

 ડિસેમ્બર 2021 માં, અંકિતા લોખંડેએ વિકી જૈન સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન મુંબઈમાં ધામધૂમથી થયા હતા. જેમાં બોલિવૂડ અને નાના પડદાની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્ન બાદ અંકિતા આલીશાન ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે.

(6:30 pm IST)