મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલો સર્જાઈ રહ્યાના એંધાણ

રાજસ્થાન અને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાવાની તૈયારી: સચિન પાયલોટ આવતીકાલે પિતા રાજેશ પાયલોટની પુણ્યતિથિ નિમિત્તે નવી પાર્ટી લોન્ચ કરે તેવી શક્યતા: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક કાશ્મીર રોકાઈ ગયા, કોઈને મળતા નથી અને તેમના સાંસદ  પુત્ર શ્રીકાંત શિંદે રાજીનામું આપવાના મૂડમાં..

એનસીપી સુપ્રીમો શરદ પવારે પક્ષનું સુકાન સાંસદ પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને સોપતા ભત્રીજો અજીત પવાર નારાજ, એનસીપીના ૨૫મા સ્થાપના દિનની બેઠકમાં હાજરી ના આપી: મહારાષ્ટ્રમાં મામલો સુલજાવવા અમિતભાઈ મુંબઈ દોડી ગયા:  મોટાપાયે કંઈક રંધાઈ રહ્યું છે.. મોટા વિસ્ફોટોની સંભાવના..

(11:18 pm IST)