મુખ્ય સમાચાર
News of Saturday, 10th July 2021

૧૦૩ લોકોની તપાસમાં ખુલ્યું

એન્ટીબોડીઝને પણ ચકમો આપી રહ્યો છે ડેલ્ટા : રસી લેનાર માટે પણ ખતરનાક

નવી દિલ્હી તા. ૧૦ : વૈજ્ઞાનિકોની ટીમે સંક્રમિત થયેલા ૧૦૩ લોકોનું રિસર્ચ કર્યું તો જાણ્યું કે ડેલ્ટા વિના વેકિસન વાળા લોકો જે અલ્ફાની ઝપેટમાં આવ્યા તેની તુલનામાં ઓછા સંવેદનશીલ છે.

વૈજ્ઞાનિકોની ટીમે સંક્રમિત થયેલા ૧૦૩ લોકોનું રિસર્ચ કર્યું તો જાણ્યું કે ડેલ્ટા વિના વેકિસન વાળા લોકો જે અલ્ફાની ઝપેટમાં આવ્યા તેની તુલનામાં ઓછા સંવેદનશીલ છે. ૫૯ લોકોના સેમ્પલમાં એસ્ટ્રાજેનેકા અને ફાઈઝરની વેકિસનના બંને ડોઝ કે એક ડોઝ લેવાઈ ચૂકયા હતા.  ટીમે રિસર્ચમાં જાણ્યું કે એક ડોઝ લેનારાના ૧૦ ટકામા ઈમ્યુનિટી જોવા મળી જે ડેલ્ટા અને બીટા વેરિઅન્ટને ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ હતી. વેકિસનના બીજા ડોઝ ૯૫ ટકા અસરકારક રહ્યા છે. બંને વેકિસન લીધા બાદ એન્ટીબોડીમાં કોઈ ખાસ અંતર જોવા મળ્યું નથી. આ કારણ હોઈ શકે કે ડેલ્ટા વેરિઅન્ટ વેકિસન લગાવી ચૂકેલા લોકો માટે પણ ખતરા સમાન છે.

દુનિયામાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંક ૪૦ લાખ થયો છે ત્યારે ડેલ્ટા વાયરસના સ્વરૂપ સામે આવ્યા બાદ વેકિસનેશનને ઝડપથી વેગ આપવાની જરૂર વધી છે. દોઢ વર્ષના મોતના આંકડા ૧૯૮૨માં થયેલા યુદ્ઘમાં શહીદ થયેલા લોકોના બરોબર છે. અનેક લોકોનું માનવું છે કે આ સંખ્યા વાસ્તવિક નથી. આંકડાને છૂપાવવામાં આવી રહ્યા છે. ભારતમા ડેલ્ટા સ્વરૂપે હાહાકાર મચાવ્યો છે.

દુનિયામાં કોરોનાથી જીવ ગુમાવનારાનો નવો આંક આવ્યા બાદ ડબલ્યૂએચઓના પ્રમુખે કહ્યું છે કે આ એક મહામારીની ખતરનાક સ્થિતિ છે. તેઓએ કહ્યું કે ૪૦ લાખ મોતનો આંકડો વાસ્તવિક સંખ્યાથી ઓછો છે અને અનેક જગ્યાએ તેની યોગ્ય જાણકારી આપવામાં આવી રહી નથી. તેઓએ રસી અને સુરક્ષા ઉપકરણોની જમા ખોરીને લઈને અમીર દેશ પર નિશાન સાધ્યું છે. સાથે પાબંધીમાં ઢીલ આપી રહેલા દેશને કહ્યું કે એવું કામ કરી રહ્યા છે જાણે કે મહામારી ખતમ થઈ ચૂકી છે.

(10:18 am IST)