મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

યુ.એસ.માં ઓછી આવક ધરાવતા લોકો માટે તૈયાર કરાયેલા ફોન ANS UL40 માં સુરક્ષાની ખામી : વાઇરસ આવી શકે છે : હેક થઇ શકે છે : નિષ્ણાતોની ચેતવણી

વોશિંગટન : યુ.એસ.માં ઓછી આવક ધરાવતા લોકો માટે તૈયાર કરાયેલા ફોન  ANS UL40 માં સુરક્ષાની ખામી છે.તેમાં વાઇરસ આવી શકે છે તેમજ હેક પણ થઇ શકે છે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે.સંશોધક નાથન કોલિઅરે પણ આ બાબતને સમર્થન આપ્યું છે.તથા જણાવ્યું છે કે તેમાં રહેલી સેટિંગ એપ સલામત નથી.તેમાં ન જોઈતા પ્રોગ્રામ તેમજ હેક કરતા અને વપરાશકર્તાની માહિતી મેળવી લેતા પ્રોગ્રામ હોવાની શંકા વ્યક્ત કરી છે.
આ ફોન યુ.એસ.ફંડેડ લાઈફલાઈન અસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ ઓછી આવક ધરાવતું લોકો માટે તૈયાર કરાયા છે.

(8:37 pm IST)