મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

દિલ્લીમાં ફરી કોરોનાનો ફૂંફાડોઃ કોરોનાએ તોડયો રેકર્ડ પ્રથમવખત ચાર હજારથી વધુ નવા કેસ નોંધાયાઃ આંકડો બે લાખ વળોટી ગયો

દેશની રાજધાનીમાં કોરોના વાયરસના કેસો સતત આસમાન પહોંચ્યા બુધવારના ચાર હજારથી વધુ કેસો નોંધાયા આ સાથે રાજયમાં કુલ સંક્રમિતોનો આંકડો બે લાખ વળોટી ગયો. એક દિવસમાં ર૦ લોકોના મોત થયા જયારે ર૬ર૩ દર્દી સ્વસ્થ થયા. દિલ્લીમાં કોરોના સંક્રમણથી મરવાવાળાની કુલ સંખ્યા ૪૬૩૮ થઇ હાલમાં ર૩૭૭૩ લોકો સંક્રમણનો ઇલાજ કરાવી રહ્યા છે.

(8:35 am IST)