મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

કંગના હોમ ક્વોરેન્ટાઇન નહિ થાય : બીએમસીએ આપી મુક્તિ

એક સપ્તાહથી ઓછા સમય માટે રોકવાની હોવાથી છૂટ માટે ઓનલાઇન અરજી સબમિટ કરી હતી

મુંબઈ: BMC દ્વારા બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને 14 દિવસના હોમ ક્વોરન્ટાઈન નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના બહારથી આવતા લોકોને નિયમ મુજબ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.

કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) અને BMC દ્વારા તેના ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ માટે કરવા આવેલી તોડફોડ માટે ચર્ચામાં છે. તે બુધવારે હિમાચલથી મુંબઇ પહોંચી હતી.

BMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રનૌતને હોમ ક્વોરન્ટાઈન નિયમમાંથી મુક્તિ મેળવવા માટે ઓનલાઇન અરજી સબમિટ કરી હતી. કારણ કે તે મુંબઇમાં થોડા સમય માટે આવી છે. અધિકારીએ કહ્યું કે, "તે અહીં એક અઠવાડિયાથી ઓછા સમય માટે રોકાશે, તેથી તેને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે."

અભિનેત્રી કંગના રનૌત બુધવારે મુંબઇ પહોંચી છે. BMC ની ટીમ કંગનાના મુંબઇ સ્થિત ઓફિસ બહાર હાજર છે. BMC એ કંગનાની ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. કંગનાએ BMC ની તુલના બાબર સાથે કરી છે. પોતાના ઘરેથી રવાના થયા પહેલા તેમણે ટ્વિટ કરીને મહારાષ્ટ્રને આગમનની સૂચના આપી હતી.

(11:36 am IST)