મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ICMRનો મોટો ખુલાસો

પ્લાઝમાં થેરાપીથી મોતનો ખતરો ટળતો નથી

કુલ ૪૬૪ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની અસર તપાસી છેઃ મૃત્યુ દરને ઓછો કરવા કોરોનાના દર્દીની સારવારમાં કોઇ ખાસ કારગત નથી

નવી દિલ્હી, તા.૧૦: કોન્વલસેન્ટ પ્લાઝમાં થેરાપીથી કોરોના વાયરસથી ગંભીર રીતે પીડિત દર્દીની સારવારમાં કોઈ ખાસ મદદ નથી મળતી. સાથે થેરાપી મૃત્યુ દર ઓછું કરવામાં પણ કારગત સાબિત નથી થઈ રહી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં એક વાત સામે આવી છે. કોરોના દર્દી પર પ્લાઝમાં થેરાપીની અસર જાણવા માટે દેશ ભરમાં ૩૯ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૨૨ એપ્રિલથી ૧૪ જુલાઈની વચ્ચે ટ્રાયલ થઈ હતી. પરિણામ જણાવે છે કે ૨૮ દિવસમાં પ્લાઝમાં થેરાપી વાળા દર્દીઓ અને સામાન્ય સારવાર મેળવી રહેલા દર્દીઓની હાલતમાં કોઈ અંતર નથી જોવા મળ્યું.

ICMRએ ઓપન લેબલ પૈરલલ આર્મ ફેઝ ૨ મલ્ટીસેન્ટર રેન્ડમાઈઝડ કન્ટ્રોલ્ડ ટ્રાયલમાં કુલ ૪૬૪ દર્દીઓ પર પ્લાઝમા થેરાપીની અસર તપાસી છે. MedRxivમાં પ્રકાસિત થયેલા સ્ટડી મુજબ કોન્વલસેન્ટ પ્લાઝમા મૃત્યુ  દરને ઓછો કરવા કોરોનાના દર્દીની સારવારમાં કોઈ ખાસ કારગત નથી. ICMR ની રિસર્ચ એમ પણ કહે છે. કોન્વલસેન્ટ પ્લાઝમાના ઉપયોગને લઈને  ૨ જ સ્ટડી છપાઈ છે. એક ચીનથી અને બીજી નેધરલેન્ડથી.  બન્ને દેશમાં આ થેરાપી બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૭ જૂને જાહેર કરેલા કોરોના કિલનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાં આ થેરાપીના ઉપયોગને મંજુરી આપી હતી. જોકે ICMR એ જોયું કે આ થરાપીથી મૃત્યુ દરમાં માત્ર ૧ ટકાનો જ ફરક પડે છે.આ સ્ટડી એટલે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજ સુધી એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોરોના દર્દીઓના જીવનને પ્લાઝમા થેરાપી દ્વારા બચાવી શકાય છે. પ્લાઝમા બેન્કની પહેલી રજૂઆત ભારતમાં દિલ્લીમાં કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ પ્લાઝમા બેંકની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો કે રસી ન આવે ત્યાં સુધી પ્લાઝમાને પ્રાયોગિક રીતે ચાલુ રાખવામાં આવે છે.

(11:38 am IST)