મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

રામ ગોપાલ વર્માનું ટ્વીટ વાયરલ

કંગના રનૌત મહારાષ્ટ્રની આગામી મુખ્યમંત્રી હશે

મુંબઇ,તા.૧૦: બોલીવૂડ એકટ્રેસ કંગના રનૌત વિરૂદ્ઘ BMCએ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ બિચકયો છે. શિવસેનાની ધમકી વચ્ચે કંગના મુંબઇ પહોંચી છે અને હવે તેણે એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે ખુલ્લો પડકાર ફેંકયો છે.

જો કે, આ તમામ વચ્ચે રામ ગોપાલ વર્માની એક ટ્વીટ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

ઉલ્લેખનીય છે કે, જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કંગનાને મહારાષ્ટ્રના આગામી સીએમ કહીને બોલીવુડ પર કટાક્ષ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, રામ ગોપાલ વર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તેના પર લોકો કોમેન્ટ પર કરી રહ્યા છે. તો હવે કંગનાને કેટલાક લોકો સમર્થન પણ કરી રહ્યા છે.

(11:42 am IST)