મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

શરદ પવારે ઉદ્ઘવ ઠાકરે સાથે કરી મુલાકાત

કંગના રનૌટના મામલાને વધુ મહત્ત્વ ન આપવામાં આવે

મુંબઈ,તા.૧૦: BMC તરફથી બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં બોલિવૂડ એકટ્રેસ કંગના રનૌટની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદથી કંગના રનૌટે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી ઉપર આકરા આક્ષેપો કર્યા છે. બુધવારે કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને પણ વીડિયો જાહેર કરી સંદેશ આપ્યો હતો. ત્યારબાદ એનસીપી  અધ્યક્ષ શરદ પવાર  અને શિવસેના પ્રમુખ તથા CM ઉદ્ઘવ ઠાકરે સાથે બેઠક કરી. આ બેઠકમાં શિવસેનાના પ્રવકતા સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તમામ મુદ્દાઓની સાથે જ કંગના રનૌટ મામલા ઉપર પણ ચર્ચા થઈ.

મળતી જાણકારી મુજબ, બેઠકમાં કંગના મામલા પર કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી BMC તરફથી કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર સરકારનો કોઈ સંબંધ નથી. એવામાં આ મામલાને વધુ મહત્ત્વ ન આપવામાં આવે. નોંધનીય છે કે, BMCની કાર્યવાહી બાદ શિવસેના લોકોને નિશાન પર આ વી ગઈ છે. NCP પ્રમુખ શરદ પવારે પણ BMCની આ કાર્યવાહીને બિનજરૂરી જણાવી છે.

NCP અધ્યક્ષ શરદ પવારે બુધવારે અહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેથી તેમના સરકારી નિવાસ 'વર્ષા' પર મુલાકાત કરી. રાજયના સત્તારૂઢ ગઠબંધનથી બંને સહયોગીઓની વચ્ચે ૫૦ મિનિટ સુધી બેઠક ચાલી. આ બેઠક હાઈકોર્ટ દ્વારા શિક્ષણ અને નોકરીઓમાં મરાઠીઓને અનામત આપવા સંબંધિત રાજયના ૨૦૧૮માં કાયદાનું ક્રિયાન્વયન પર રોક લગાવવાની પૃષ્ઠભૂમિમાં થઈ. BMCએ બુધવારે અભિનેત્રી કંગના રનૌટના બાંદ્રા સ્થિત ઓફિસના ગેરકાયદેસર હિસ્સાને ધ્વસ્ત કરી દીધો. ત્યારબાદ હિમાચલ પ્રદેશથી મુંબઈ પહોંચેલી કંગનાએ અનેક ટ્વિટ કર્યા અને વીડિયો જાહેર કરીને શિવસેના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે પર પર જોરદાર બળાપો કાઢ્યો.

(11:42 am IST)