મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

૧ હજાર દિવસમાં ગામડાઓ પણ ઓનલાઇન માર્કેટમાં જોડાઇ જશે

સ્ટ્રીટ વેન્ડરો માટે વિશેષ યોજના : સ્વનિધિ યોજનામાં અવ્વલ આવેલ મધ્યપ્રદેશના લાભાન્વિતો સાથે વડાપ્રધાનનો વર્ચ્યુઅલ સંવાદ

ભોપાલ તા. ૧૦ : સ્ટ્રીટ વેન્ડર્સના કલ્યાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વધુ એક યોજના લાવી રહ્યા છે. જે ઓનલાઇન માર્કેટ સંબંધીત હશે.

ખુબ ઝડપથી સાકાર થવા જઇ રહેલ આ યોજનમાં આગામી ૧ હજાર દિવસની અંદર ગામડાઓને ઓનલાઇન માર્કેટ સાથે જોડવામાં આવશે.

બુધવારે વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજનામાં મધ્યમપ્રદેશના અવ્વલ આવવા પર યોજનાયેલ વર્ચ્યુઅલ સંવાદમાં  દરમિયાન આ વિગતો જાહેર કરી હતી. આયોજનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી નોંધાવી હતી.

આ સમારોહમાં લાભાન્વીતો સાથે ચર્ચા કરી હતી. જેમાં ગ્વાલીયરના પાણીપુરીના ધંધાર્થી અર્ચના શર્મા સાથે વાત કરતા તેણીએ કઇ રીતે આ યોજનાની માહીતી મેળવી અને લાભ લીધો તેની જાણકારી અપી હતી. શ્રી મોદીએ તેમની સાથે વાતો દરમિયાન એવુ પણ પુછેલ કે હું ગ્વાલયર આવુ તો પાણી પુરી ખવડાવશોન?

સાંચેથી જોડાયેલ શાકભાજીના ફેરીયા ડાલચંદ કુશવાહે પણ લોકડાઉનમાં થયેલ નુકસાની કઇ રીતે સરભર કરી તેની વિગતો રજુ કરી હતી. મોદીએ તેમને પણ પ્રોત્સાહક શબ્દોથી ખુશ કરતા જણાવેલ કે આગળ વધજો તમને સહાયતા કરવા અમે પુરી રીતે પ્રયત્નશીલ છીએ.

એજ રીતે ઇંદોરના સાવરણા (ઝાડુ) ના વેપારી  છગન વર્માએ પણ ચર્ચા કરી હતી.

(12:46 pm IST)