મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

૨૦ પેઇઝની જામીન અરજીમાં રિયાનો દાવો ..

હું નિર્દોષ છું, મને નિવેદન આપવા મજબુર કરાઇ : રિયા

મુંબઇ,તા.૧: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેમની જામીન અરજીમાં દાવો કર્યો છે કે તેની ધરપકડ દરમ્યાન તેને નિવેદન આપવા માટે મજબુર કરવામાં આવી એનબીસી દ્વારા રિયાની ધરપકડના એક દિવસ બાદ માલુમ પડ્યું છે કે ત્યાંની એક વિશેષ કોર્ટે ૧૦ સપ્ટેમ્બરે અભિનેત્રી અને તેના ભાઇ શોવિકની જામીન અરજી પર સુનાવણી કરશે.

સુશાંતસિંહની પ્રેમિકા રહેલી રિયાને એનસીબીએ ધરપકડ કરી હતી. તેને ૧૪ જુને બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની રહસ્યમય પરિસ્થિતીઓમાં થયેલા મોત બાદ થયેલી તપાસ દરમ્યાન સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

૨૦ પેઇઝની જામીન અરજીમાં રિયાએ કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને કોઇ પણ ગુનો કર્યો નથી. આ ઉપરાતં ઓછી માત્રામાં ડ્રગ્સ સાથે સંબંધિત મામલે જામીન મળવાની જોગવાઇની વાત કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે, અરજીકર્તાને ઉત્તરદાતાઓ દ્વારા બોલાવામાં આવ્યા હતા. અને એનસીબી કાર્યાલયમાં છે. સાત અને આઠ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પુછપરછ કરવામાં આવી હતી. અરજીની પુછપરછ દરમ્યાન કોઇ પણ કાયદાકીય સલાહ સુધી પહોંચ ન હોતા. જ્યારે તેની આઠ કલાક પુછપરછ કરાઇ.

(12:47 pm IST)