મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

રિલાયન્સ રિટેલ બિઝનેસમાં 15 ટકા હિસ્સો વેચી રૂ.63 હજાર કરોડ એકત્ર કરશે

રોકાણકારોને નેવા શેર જારી કરાશે : ને ઓક્ટોમ્બર સુધી ફંડ એકત્રીકરણની પ્રક્રિયા પુરી કરી લેવાશે

મુંબઈ :દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સમગ્ર ધ્યાન હવે રિટેલ વેપાર પાર છે. કંપની પોતાના રિટેલ બિઝનેસની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સમાં 15 ટકા હિસ્સેદારી પ્રાઇવેટ ઇકવીટી ઇન્વેસ્ટર્સ અને સોવરેન વેલ્થ ફંડ્સને વેચવા માંગે છે. કંપનીનું લક્ષ્‍ય હિસ્સો વેચીને રૂ.60,000થી 65,000 કરોડ એકત્ર કરવાનું છે.

આ બાબતે માહિતી ધરાવનાર સૂત્રના જણાવ્યા અનુસાર રોકાણકારોને નેવા શેર જારી કરવામાં આવશે અને ઓક્ટોમ્બર સુધી ફંડ એકત્રીકરણની પ્રક્રિયા પુરી કરી દેવાશે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની એક સ્ટ્ર્રેટજિક રોકાણકાર પણ લાવવા માંગે છે પરંતુ આ બાબતે કોઈ સક્રિય ચર્ચા ચાલી રહી નથી. તેમાં એમેઝોન અને વોલમાર્ટના નામની ચર્ચા છે પરંતુ હજુસુધી તેમની સાથે કોઈ ચર્ચા થઇ નથી.

માનવામાં આવી રહ્યું છે કે જિયોમાં રોકાણ કરનારી અન્ય કેટલીક અન્ય કંપનીઓ રિલાયન્સ રિટેલમાં પણ રોકાણ કરી શકે છે. તેમાં સાઉદી અરબની પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ,અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરોટી, L Catterton અને કેકેઆર સામેલ છે.સૂત્રએ જણાવ્યું હતું કે રિલાયન્સે જિઓ પ્લેટફોર્મના તમામ રોકાણકારોને છૂટક વ્યવસાયમાં ભાગીદારીની ઓફર કરી છે. જોકે ઇન્ટેલ કેપિટલ અને ક્યુઅલકોમે ભાગ લેવાનો ઇનકાર કર્યો છે જ્યારે ફેસબુક અને ગૂગલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(1:21 pm IST)