હોટલમાં પત્નિને પ્રેમી સાથે પકડાતાં પતિ થયો બેકાબૂઃ ૧ મિનિટમાં માર્યા ૩૧ ચંપલ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
આગ્રા, તા.૧૦: તાજનગરી આગ્રામાં એક પતિએ પોતાની પત્નીને પ્રેમી સંગ વાંધાજનક સ્થિતિમાં રંગે હાથ પકડ્યા બાદ તેની સાથે થપ્પડ અને ચંપલથી જોરદાર મારઝૂડ કરી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મામલો તાજગંજ વિસ્તારમાં આવેલી એક હોટલનો હોવાનું કહેવાય છે. હજુ સુધી આ વીડિયોની પોલીસએ નોંધ નથી લીધી.
વીડિયોમાં પહેલા પતિએ મહિલાને થપ્પડથી ફટકારી. ત્યારબાદ ચંપલથી મારઝૂડ કરી. એક મીનિટના આ વીડિયોમાં પતિએ મહિલાને ૩૧થી વધુ ચંપલથી ફટકારી. આ દરમિયાન મહિલા તેને વારંવાર રોકવા અને પોતાની વાત કહેવાની તક આપવા માટે આજીજી કરતી રહી, પરંતુ પતિ એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તે રોકાયો જ નહીં. પતિએ ચંપલોનો વરસાદ જ કરી દીધો. આટલું જ નહીં આ વીડિયોને પતિએ જ વાયરલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર મામલો તાજગંજ વિસ્તારનો હોવાનું કહેવાય છે, જયાં એક હોટલમાં પતિએ પોતાની પત્નીને તેના પ્રેમીની સાથે રંગે હાથ ઝડપી પાડી. પત્ની અને તેનો પ્રેમી હોટલમાં વાંધાજનક સ્થિતિમાં હતા. પતિને કોઈક રીતે આ અંગેની માહિતી મળી ગઈ હતી. જેથી પતિએ હોટલ પર જઈ બંનેનો ભાંડો ફોડી દીધો.
પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ તે બેકાબૂ થઈ ગયો અને પત્નીને થપ્પડો મારવા લાગ્યો. પતિનું મન તેનાથી ભરાયું નહીં. ત્યારબાદ તેણે ચંપલ કાઢીને તેનાથી પત્ની પર તૂટી પડ્યો. મારઝૂડનો આ વીડિયો પણ બનાવ્યો જેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. પરંતુ આગ્રામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.