મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

કંગના સામેની કાર્યવાહીથી રાજયપાલ નારાજઃ ઉધ્ધવ સરકાર વિરૂધ્ધ કેન્દ્રને મોકલશે રિપોર્ટ

રાજયપાલે ઉધ્ધવના મુખ્ય સલાહકારને બોલાવ્યા :ઉધ્ધવ સરકારની ચોતરફ ટીકા : હિમાચલ સરકાર પણ નારાજ

મુંબઇ, તા. ૧૦ :  બોલીવુડ એકટ્રેસ કંગના રણોત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે વચ્ચે વિવાદ વધતો જોવા મળ્યો છે. કંગના સતત ઉધ્ધવ અને શિવસેના પર હુમલો કરી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ફેરવ્યું પરંતુ તેનાથી કંગનાઓ હાર માની નથી કંગનાએ આજે પણ ઉધ્ધવને વંશવાદનો નમૂનો તમેજ શિવસેનાને સોનિયા સેના કહી.

કંગનાના હુમલાથી શિવસેના ભારે ઉકળી ઉઠી છે. અને તે એકટ્રેસને તેના જ અંદાજમાં જવાબ આપી રહી છે. કંગનાએ કહ્યું હતું કે ૯ સપ્ટેમ્બરે આવી રહી છું મુંબઇ, શું કરી લેશો ત્યારબાદ બીએમસીએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી ત્યારબાદ ઉધ્ધવ ઠાકરે સરકારની ચારેય બાજુ ટીકા થઇ રહી છે સરકારમાં સહયોગી એનસીપી પ્રમુખ શરદ પવારે પણ વિરોધ વ્યકત કર્યો. આ બધાની વચ્ચે રાજયના રાજયપાલ ભગતસિંહ કોરયારીએ આ મુદ્દા પર નારાજગી વ્યકત કરી છે અને તે અંગે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના પ્રમુખ સલાહકાર અજોય મહેતાની તલબ કર્યા છે આ મામલે રાજયપાલ ભગતસિંહે તેરવાહી સક્રિય થયા છે. અને રાજયપાલે નારાજગી વ્યકત કરી છે. બીજીબાજુ રાજયપાલે આ વિષય પર કેન્દ્રને એક રીપોર્ટ મોકલશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ કંગનાના સમર્થનમાં ઉતરી ગયા છે.

(3:58 pm IST)