મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

પત્રકાર રાજદીપ સરદેસાઈ ઉપર સુપ્રીમ કોર્ટમાં ' કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' કેસ દાખલ : પ્રશાંત ભૂષણ કેસમાં ફરમાવાયેલા ચુકાદાને સસ્તી પબ્લિસિટી મેળવવાનો સ્ટન્ટ ગણાવ્યો : પ્રજાનો કોર્ટ ઉપરનો વિશ્વાસ ઉઠી જાય તેવી જુદી જુદી કોમેન્ટ કરવા બદલ કોર્ટનો અનાદર કરવાનો કેસ દાખલ

ન્યુદિલ્હી : ઇન્ડિયા ટુડે ના એન્કર પત્રકાર રાજદીપ સરદેસાઈ ઉપર સુપ્રીમ કોર્ટમાં  ' કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' કેસ દાખલ કરાયો છે.તેમણે પ્રશાંત ભૂષણ કેસમાં ફરમાવાયેલા ચુકાદાને સસ્તી પબ્લિસિટી મેળવવાનો  સ્ટન્ટ ગણાવતું નિવેદન ટ્વીટર ઉપર કર્યું હતું.જે કોર્ટના અપમાન બરાબર અને પ્રજાનો કોર્ટ ઉપરનો વિશ્વાસ ઉઠી જાય તેવું ગણાવી આસ્થા ખુરાનાએ તેમના એડવોકેટ મારફત કેસ દાખલ કર્યો છે.
         પિટિશનરે આ બાબતે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલને પણ આ કેસ બાબતે સંમતિ આપવા વિનંતી કરી છે. પિટિશનમાં કરાયેલી ફરિયાદ મુજબ સુપ્રીમ કોર્ટએ પ્રશાંત ભૂષણને  1 રૂપિયાનો દંડ કર્યો અને દંડ ન ભરે તો 3 માસની જેલનો આદેશ કર્યો જે બાબત અંગે એક  ટ્વીટ કરી ચુકાદાને હાસ્યાસ્પદ સમાન ગણાવ્યો હતો.સરદેસાઈની બીજી ટ્વીટ  મુજબ વકીલની પ્રેક્ટિસ બંધ કરાવવી કેટલી અઘરી છે તે અંગે અંગુલી નિર્દેશ કરાયો હતો.ત્રીજી ટ્વીટમાં કાશ્મીરમાં એક વર્ષ ઉપરાંત સમયથી બંધી બનાવાયેલા લોકોની હેબિયસ કોર્પ્સ એક્ટ ની પ્રશાંત ભૂષણ કેસના ચુકાદા સાથે સરખામણી કરવા અંગેની હતી.ત્યાર પછીની ટ્વીટ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ અરુણ મિશ્રા અંગે હતી જેઓએ નરેન્દ્ર મોદીને બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ તરીકે નવાજ્યા હતા.જે બાદમાં ડીલીટ કરી નખાઈ હતી.પરંતુ કોર્ટની યોગ્યતા અંગે વિચાર માંગી લ્યે તેવી હતી.તેમણે અયોધ્યા રામ મંદિર વિવાદ અંગે પણ ચુકાદો જાહેર કરાયા અગાઉ ચીફ જસ્ટિસ શ્રી ગોગોઈએ ઉત્તર પ્રદેશના ડી.જી.પી.સાથે કરેલી વાતચીત અંગેની હતી.
           પિટિશનમાં જણાવાયા મુજબ આ બધી ટ્વીટ કોર્ટ ઉપરનો સામાન્ય માણસનો વિશ્વાસ ડગાવી દેનારી હોવાથી રાજદીપ સરદેસાઈ ઉપર કન્ટેમ્પટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના તિરસ્કાર કરવાનો કેસ દાખલ કરવા વિનંતી કરાઈ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:50 pm IST)