મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : અર્નબ ગોસ્વામીને સંયમ રાખવા દિલ્હી હાઈકોર્ટની સલાહ

પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન શશિ થરુરનાં પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં 'સમાંતર તપાસ' અને ખટલો નહીં ચલાવવા પત્રકાર અર્નબ ગોસ્વામીને નિર્દેશ આપ્યા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટમાં જજ મુક્તા ગુપ્તાના કહેવા પ્રમાણે, "અમે મીડિયાની ઉપર નિયંત્રણ લાદવા નથી માગતાં, પરંતુ તપાસ ચાલતી હોય ત્યારે સંયમ દાખવવામાં આવે તે જરૂરી છે."

ગુપ્તાએ નોંધ્યું, 'કૃપા કરીને સમજો કે ક્રિમિલ કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'

2017માં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ગોસ્વામી તથા તેમની ચેનલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ આ કેસમાં રિપોર્ટિંગ સમયે સંયમ દાખવશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ આ કેસમાં શશિ થરુરની પેરવી કરી રહ્યા છે.

તા. 17મી જાન્યુઆરી 2014ના રોજ નવી દિલ્હીની વિખ્યાત હોટલમાં સંદેહાસ્પદ સ્થિતિમાં સુનંદાનો મૃતદેહ મળી આવ્યો હતો.

(10:03 pm IST)