મુખ્ય સમાચાર
News of Tuesday, 10th November 2020

ગુજરાત પેટા ચૂંટણી પરિણામ : આઠેય બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસે હાર સ્વીકારી

મોરબી બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી પરંતુ ભાજપની જીત નક્કીઃ ગાંધીનગર કમલમ ખાતે જશ્નનો માહોલ

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીનું નું આજે પરિણામ આવવા જઈ રહ્યું છે. કુલ ૨૫ મથકો પર મત ગણતરી હાથ ધરાઇ રહી છે. ત્યારે આઠેય આઠ બેઠકો પર ભાજપની જીત નક્કી થઇ ગઇ છે. એવામાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જશ્નનો માહોલ ઉજવવામાં આવી રહ્યો છે. પૂરજોશમાં કમલમ ખાતે જશ્નની તૈયારીઓ કરી દેવાઇ છે. નોંધનીય છે કે, આ વખતે કોરોના મહામારી વચ્ચે યોજાયેલી પેટા ચૂંટણીમાં ૬૦.૭૫ ટકા મતદાન થયું હતું. જેની આજ સવારના ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ ગઇ હતી. ત્યારે આખરે હવે ધીરે-ધીરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ રહ્યાં છે જયારે ભાજપનો વિજય થઇ રહ્યો છે.

બેઠક

કોણ આગળ

ભાજપ

કોંગ્રેસ

મોરબી

ભાજપ (આગળ)

બ્રિજેશ મેરજા

જયંતીલાલ પટેલ

ગઢડા

ભાજપ (આગળ)

આત્મારામ પરમાર

મોહનલાલ સોલંકી

અબડાસા

ભાજપ (આગળ)

પ્રદ્યુમનસિંહ જાડેજા

ડો. શાંતિલાલ સેંદ્યાણી

કરજણ

ભાજપ (આગળ)

અક્ષય પટેલ

કિરીટસિંહ જાડેજા

કપરાડા

ભાજપ (આગળ)

જીતુ ચૌધરી

બાબુભાઈ વરઠા

ડાંગ

ભાજપ (આગળ)

વિજય પટેલ

સૂર્યકાંત ગાવિત

ધારી

ભાજપ (આગળ)

જે.વી. કાકડિયા

સુરેશ કોટડિયા

લીંબડી

ભાજપ (આગળ)

કિરીટસિંહ રાણા

ચેતન ખાચર

કરજણમાં કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે  સરકારી તંત્રનો દૂરુપયોગ થયો છે. ધારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી મતગણતરી કેન્દ્ર છોડયું હતું.

અબડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ૩૫૬૮૮ મતથી આગળ છે જયારે કોંગ્રેસના ઉમેદવાર ડાઙ્ખ. શાંતિલાલ સેંધાણી ૧૬૨૫૫ મતથી પાછળ છે. જયારે અપક્ષ ઉમેદવાર પડ્યાર હનીફ જકાબે ૧૮૩૮૧ મત મેળવ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ૧૯,૪૩૩ મતનો તફાવત છે. ત્યારે એ વાત નક્કી છે કે, આઠેય બેઠકો પર ભાજપની જીત ચોક્કસ છે.

ભાજપે આ ૮ બેઠકોમાંથી ૫ સીટો પર કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યોને તક આપી છે. જયારે ત્રણ બેઠકો પર ભાજપે પોતાના જૂના ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી હતી. જેમાં લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા, ગઢડાથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર અને ડાંગથી ભાજપના પૂર્વ ધારાસભ્ય વિજય પટેલનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સિવાય અપક્ષ ઉભા રહેલા ૮૧ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો ફેંસલો મતગણતરી બાદ થઈ જશે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરુપે મત ગણતરી સ્થળોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં છે.

(4:11 pm IST)