મુખ્ય સમાચાર
News of Tuesday, 10th November 2020

અર્ણબ ગોસ્વામી કેસમાં દરમિયાનગીરી કરવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ. બોબડેને પ્રદીપ ભંડારીની અરજ : માનવ અધિકાર પંચે પણ અર્ણબ ગોસ્વામીની અરજીને સમર્થન આપ્યું હોવાનું રિપબ્લિક ટી.વી.ના પ્રદીપ ભંડારીનું નિવેદન : દેશના ટોપ કક્ષાના પત્રકાર મહારાષ્ટ્ર સરકારની કિન્નાખોરીનો ભોગ બની રહ્યા હોવાની રજુઆત

ન્યુદિલ્હી : અર્ણબ ગોસ્વામી કેસમાં દરમિયાનગીરી  કરવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એસ.એ. બોબડેને  રિપબ્લિક ટી.વી.ના પ્રદીપ ભંડારીએ પત્ર લખી  અરજ કરી છે.તેમણે લખેલા પત્રમાં  જણાવાયા મુજબ માનવ અધિકાર પંચે પણ અર્ણબ ગોસ્વામીની અરજીને સમર્થન આપ્યું છે.ગોસ્વામી મહારાષ્ટ્ર સરકારની કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે.

ભંડારીએ પત્રમાં ઉમેર્યા મુજબ ગોસ્વામી મહારાષ્ટ્ર સરકારના રાજકારણનો ભોગ બન્યા છે.તેમને રાજ્ય સરકાર દ્વારા ઈરાદાપૂર્વક હેરાન કરાઈ રહ્યા છે.જે માટે મેં માનવ અધિકાર પંચને પણ કરેલી રજૂઆતને સમર્થન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ હાઇકોર્ટે અર્ણબ ગોસ્વામીની વચગાળાના જામીન માટે કરેલી અરજી નામંજૂર કરી છે. તથા સેશન કોર્ટમાં જવાનું કહેતા તેમણે સેશન  કોર્ટમાં જામીન અરજી કરી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:09 pm IST)