મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

કોરોનામાં કહેર વચ્ચે વધી ચિંતા : મુંબઈના ત્રણ દર્દીઓમાં જોવાયો ખતરનાક નવો સ્ટ્રેન

ખારઘરમાં ટાટા મેમોરિયલ સેન્ટરમાં કોરોના નવા મ્યુટન્ટ્સ મળી આવ્યા

મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રના ખારઘરમાં ટાટા મેમોરિયલ સેન્ટરમાં કોરોના નવા મ્યુટન્ટ્સ મળી આવ્યા છે. આ પરિવર્તન E484K તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોના મતે, તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના સ્ટ્રેન સંબંધિત છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા ત્રણ મ્યૂટેશન (K417N, E484K અને N501Y) માંથી એક છે. ટાટા મેમોરિયલ સેન્ટરના હોમિયોપેથી વિભાજના પ્રોફેસર પ્રોફેસર નિખિલ પાટકરે આ માહિતી આપી છે. ડોક્ટર નિખિલની ટીમે જીનોમ સિક્વન્સીંગ દ્વારા 700 કોવિડ -19 નમૂનાઓની તપાસ કરી, તેમાંથી ત્રણ નમૂનાઓમાં કોરોનાના E484K મ્યુટન્ટ્સ મળી આવ્યા છે. કોવિડના આ મ્યુટન્ટની શોધ ચિંતાનો વિષય છે કારણ કે જૂના વાયરસને કારણે શરીરમાં પ્રતિરક્ષાને કારણે બનાવેલા ત્રણ એન્ટિબોડીઝ તટસ્થ થઈ જાય છે.

દેશમાં મહારાષ્ટ્રને કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં 57 નવા મોતની સાથે મૃતકોની સંખ્યા 50,027 પહોંચી છે. આ સાથે મહારાષ્ટ્ર કોરોનાના કારણે 50 હજારથી પણ વધારે મોતનો આંક ધરાવતું દુનિયાનું પહેલું રાજ્ય બન્યું છે.

મહારાષ્ટ્ર બાદ અમેરિકાના ન્યૂયોર્કનો નંબર બીજા ક્રમે આવે છે. અહીં અત્યાર સુધીમાં 39,298 મોત થયા છે. એટલું નહીં મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યામાં સ્પેનની નજીક પહોંચ્યું છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 51, 874 લોકોના મોત કોરોનાથી થયા છે.

 

(12:00 am IST)