મુખ્ય સમાચાર
News of Monday, 11th January 2021

દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : અત્યાર સુધીમાં દેશના 9 રાજ્યો ઝપટમાં

છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી લેવામાં આવેલા કોઈ નમૂનામાં સંક્રમણની પુષ્ટિ નથી થઈ.

દેશના વિભિન્ન ભાગોમાં પક્ષીઓના મૃત્યુની ખબરો વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે 9 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાવાની પુષ્ટિ થઈ છે. કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાયાની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ તેની પુષ્ટિ થઈ છે.

પશુપાલન અને ડેયરી વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી લેવામાં આવેલા કોઈ નમૂનામાં સંક્રમણની પુષ્ટિ નથી થઈ. આ દરમિયાન, કેન્દ્રએ વિભિન્ન પક્ષીઘર પ્રબંધનોને નિર્દેશ આપ્યા કે, તે કેન્દ્રીય પક્ષીઘર પ્રાધિકરણ (સીજેડએ)ને દૈનિક રિપોર્ટ મોકલે અને એવું ત્યાં સુધી જારી રાખે જ્યાં સુધી કે તેમની સારવારને રોગમુક્ત જાહેર ન કરી દેવામાં આવે.

પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવનારા સીજેડએએ કાર્યાલયી મેમોરેન્ડમ બહાર પાડ્યું અને કહ્યું કે એવિયન ઈન્ફ્લૂએન્જા 'પશુઓમાં સંક્રામક રોગોની રોકથામ અને નિયંત્રણ કાયદો, 2009' અંતર્ગત અનુસૂચિત બીમારી છે અને તેને ફેલાતા રોકવા માટે આ પ્રકારની બીમારીની જાણકારી આપવી અનિવાર્ય છે.

જ્યારે દિલ્હીના સંજય તળાવમાં 17 વધુ બતકો મૃત મળી આવી જ્યાર બાદ અધિકારીઓએ વિસ્તારને 'એલર્ટ ક્ષેત્ર' જાહેર કરી દીધું. એક દિવસ પહેલા જ અહીં 10 બતકો મૃત મળ્યા હતા જ્યાર બાદ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ)એ તેને બંધ કરી દીધું હતું. મૃત બતકોના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

(1:21 pm IST)