મુખ્ય સમાચાર
News of Tuesday, 11th January 2022

પ્રો,કબડ્ડી લીગ:દબંગ દિલ્હીને જયપુર પિંક પેન્થર્સે 30-28ના માર્જીનથી હરાવ્યું :હરિયાણાને પછાડી તમિલ થલાઈવાઝ પોઈન્ટ ટેબલ પર ચોથા નંબરે પહોંચી

જયપુર સામે હારી ગયા બાદ પણ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન: દિલ્હી વર્તમાન સમયમાં પહેલીવાર હારી

નવી દિલ્હી : પ્રો કબડ્ડી લીગમાં  તમિલ થલાઈવાઝ સામે હરિયામા સ્ટીલર્સ દબંગ દિલ્હી કેસી સામે જયપુર પિંક પેન્થર્સની મેચ યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ મેચ હરિયાણા અને તમિલ સામે રમાઈ હતી. આ મેચમાં હરિયાણાને તમિલ થલાઈવાઝે 45-26ના સ્કોરથી માત આપી હતી.

   આજની મેચના પરિણામ બાદ હરિયાણાને પછાડી તમિલ થલાઈવાઝ પોઈન્ટ ટેબલ પર ચોથા નંબરે પહોંચી ગઈ છે. જ્યારે જયપુર પિંક પેન્થર્સે અપસેટ સર્જી અને દબંગ દિલ્હીને 30-28થી હરાવ્યું હતું.

 મેચના પહેલા મુકાબલામાં તમિલ થલાઈવાઝે પ્રથમહાફમાં 24 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે કે હરિયાણાએ આ દરમિયાન 18 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે બીજા હાફમાં હરિયાણા 8 પોઈન્ટ જ બનાવી શકી હતી. જ્યારે થલાઈવાઝે 21 પોઈન્ટ બનાવ્યા હતા. થલાઈવાઝ વતી રેડર મનજીતે 10 અને કેપ્ટન સુરજીત 8 આઠ પોઈન્ટ બનાવ્યા હતા.

મેચના બીજા મુકાબલામાં દબંગ દિલ્હીને જયપુર પિંક પેન્થર્સે 30-28ના માર્જીનથી હરાવ્યું હતું. દિલ્હીને આ રીતે સિઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. હાફ ટાઈમ સુધી મેચ 12-12ની બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં જયપુરે દિલ્હી કરતા 2 પોઈન્ટ વધુ બનાવ્યા જે નિર્ણાયક સાબિત થયા. જોકે દિલ્હી ટોપ પર છે જ્યારે જયપુરની ટીમ જીત સાથે ટેબલમાં નંબર-6 પર પહોંચી ગઈ છે.

આજના મુકાબલામાં જયપુર સામે હારી ગયા બાદ પણ દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન છે. દિલ્હીના 32 પોઈન્ટ છે જ્યારે કે જયપુર પિંક પેન્થર્સના છઠ્ઠા નંબર પર છે. દિલ્હીવર્તમાન સમયમાં પહેલીવાર હારી છે. તમિલ થલાઈવાઝે પણ આજે હરિયાણાને હરાવીને પોઈન્ટ ટેબલ પર ચોથો નંબર મેળવી લીધો છે જ્યારે ક હરિયાણા 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબરે છે.

(12:30 am IST)