મુખ્ય સમાચાર
News of Wednesday, 11th May 2022

ઉત્તરાખંડમાં ફરી વાર ધરતી ધ્રૂજી :પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા :રિક્ટર સ્કેલ પર 4,6ની તીવ્રતા નોંધાઈ

આ પહેલા 12 ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા: ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું

ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં ભૂકંપ આવ્યો છે તે નેપાળ બોર્ડર પાસેનો વિસ્તાર છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 12 ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.

(11:58 am IST)